તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હાલારમાં 10 હથિયારો પકડાયાના 10માં જ દિવસે ફરીથી વધુ 7 શસ્ત્રો સાથે 2 ઝડપાયા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે પકડેલા હથિયારો પૈકી એક સ્ટીક ગન હોવાનુ ખુલ્યંુ છે. વિકલાંગો ઉપયોગ કરે તેવી સ્ટીકમાં અંદર બેરલ નાખી કાર્ટીસ વગેરે પણ ફોડી શકાય તેવુ હેન્ડમેઇડ નવતર પ્રકારનુ હથિયાર બનાવવામાં આવ્યુ હોવાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે જે હથિયાર આરોપી રાજશીના કબજામાંથી મળ્યુ હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. - Divya Bhaskar
પોલીસે પકડેલા હથિયારો પૈકી એક સ્ટીક ગન હોવાનુ ખુલ્યંુ છે. વિકલાંગો ઉપયોગ કરે તેવી સ્ટીકમાં અંદર બેરલ નાખી કાર્ટીસ વગેરે પણ ફોડી શકાય તેવુ હેન્ડમેઇડ નવતર પ્રકારનુ હથિયાર બનાવવામાં આવ્યુ હોવાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે જે હથિયાર આરોપી રાજશીના કબજામાંથી મળ્યુ હોવાનુ પોલીસે જણાવ્યુ હતું.
 • જામજાેધપુરના મોટી ગોપ પાટિયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે જથ્થો પકડ્યો, જામજોધપુરનાે વતની હાલ સુરત રહેતો સપ્લાયર ઝબ્બે
 • આરોપી બેલડી પાસેથી વોર્કિગ સ્ટીકના ઉપયોગથી બનાવેલુ નવતર હથિયાર કબજે

જામનગર પંથકમાં હથિયારની હેરાફેરીનો સિલસિલો યથાવત રહેતા જામજોધપુરના ગોપ પાટીયા પાસેથી સ્થાનિક ગુના શોધક શાખાએ પાંચ પિસ્ટલ,રીવોલ્વર અને સ્ટીક ગન સહિતના સાત હથિયાર અને સાત કાર્ટીસ સાથે સુરતના સપ્લાયર અને રાણાવાવના હથિયાર મંગાવનાર શખ્સને દબોચી લીધા હતા.પોલીસે ગુનાહિત ભુતકાળ ધરાવતા સપ્લાયર સહિતના બંનેની સધન પુછપરછ હાથ ધરી છે.

જામનગરની લોકલ ક્રાંઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી અને આર.બી.ગોજીયાના નેતૃત્વ હેઠળ પોલીસટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા સ્ટાફના એએસઆઇ માંડણભાઇ વસરા, ફિરોઝભાઇ દલ તથા ધાનાભાઇ મોરી સહિતની ટુકડીને મુળ જામજોધપુરના જીણાવારીનો વતની હાલ સુરત રહેતો મનસુખ કારેણા હથિયારો સપ્લાય કરવા માટે ગોપ પાટીયા પાસે આવી રહયો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવીને મનસુખ હરજીભાઇ કારેણા અને રાજશી માલદેભાઇ ઓડેદરા(રે.રાણાવાવ, જિ.પોરબંદર)ને દબોચી લીઘા હતા.

જેની પોલીસે તલાશી લેતા મનસુખ પાસેથી ત્રણ પિસ્ટલ,એક રીવોલ્વર તથા છ કાર્ટીસ અને રાજશી પાસેથી બે પિસ્ટલ અને એક ગન તથા કાર્ટીસ મળ્યા હતા.આથી પોલીસે સવા લાખથી વધુની કિંમતના હથિયાર અને કાર્ટસો કબજે કરી બંને સામે આમ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ હથિયારોથી કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ?અન્ય કોઇને હથિયાર આપ્યા છે કે કેમ? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે સપ્લાયર સહિતના શખ્સોની સઘન પુછતાછ હાથ ધરી છે.

સપ્લાયરની હથિયાર,લૂંટ સહિતના ગુનામાં સંડોવણી
આરોપી મનસુખ અગાઉ આદિત્યાણાના સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રાને હથિયાર વેચાણ સહિતના ગુનામાં નાસતો ફરતો રહ્યો હોવાનુ પણ તપાસમાં ખુલ્યુ છે.અગાઉ લૂંટના ગુનામાં પણ તેની સંડોવણી ખુલી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ.જયારે આરોપી રાજશી સામે બે મારમારીના બે ગુનામાં સંડોવાયેલો હોવાનુ ઉમેર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો