સન્માન:શિક્ષક દિન નિમિત્તે જામનગરમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી આર.સી.ફળદુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયુ
  • તેજસ્વી બાળકો અને વિદ્યા દાતાઓને પણ સન્માનિત કરાયા
  • જિલ્લાકક્ષાના 4 અને તાલુકા કક્ષાના 7 આમ કુલ 11 શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયુ સન્માન

જામનગરમાં શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેઓને સન્માનિત કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરના જિલ્લાકક્ષાના 4 અને તાલુકા કક્ષાના 7 આમ કુલ 11 શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ જામનગર ખાતેના ટાઉનહોલમાં મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

તેજસ્વી બાળકોને પણ પ્રમાણપત્ર અને ચંદ્રક અર્પીને સન્માનિત કરાયામંત્રી આર.સી.ફળદુના હસ્તે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો સ્વાતિબેન છત્રોલા, રસુલભાઈ એરંડીયા, રાજેશભાઈ બારોટ અને પંકજબાઈ પરમાર તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો પ્રીતીબેન જગડ, યોગેશકુમાર ભેંસદડીયા, રાકેશકુમાર ફેફર, સંજયભાઈ વડિયાતર, મિનલબેન વાંકાણી, જાગૃતિબા ગોહિલ અને સોનલબેન ખેબરનું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ જે બાળકોએ પોતાના અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા છે તેવા તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર અને ચંદ્રક અર્પીને સન્માનિત કરાયા હતા.

શિક્ષકો રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપતા રહે તેવી અભ્યર્થના મંત્રીએ દર્શાવીશિક્ષક દિનને સંસ્કાર સિંચન કરનારા, જ્ઞાન પીરસનારા અને જીવન ઘડતર કરનાર શિક્ષક શ્રેષ્ઠીઓના સન્માનના પર્વ તરીકે નવાજતા મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, નવી પેઢીના નિર્માણ અને વિશ્વ જે ભાષામાં સમજી શકે છે તે પ્રકારે તેની સાથે વાત કરતી વિચક્ષણ, ચતુર અને સામર્થ્યવાન પેઢીનું નિર્માણ શિક્ષકો જ કરી શકે છે. કેળવણી યુક્ત, ભેદભાવ વિનાના અને મલિનતા વિનાના સમાજનું નિર્માણ માત્ર શિક્ષક કરી શકે છે. આ સાથે જ શિક્ષકો અડગ મન, દ્રઢ નિશ્ચય અને સતત ધ્યેય પ્રાપ્તિને લક્ષમાં રાખી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપતા રહે તેવી અભ્યર્થના મંત્રીએ દર્શાવી હતી.

મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સહિતનાઓ રહ્યા ઉપસ્થિતઆ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમીટી ચેરેમન મનીષભાઈ કટારીયા, જિલ્લા શહેર ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસીંહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આકાશભાઈ, કલેકટર ડો. સૌરભ પારધી, નિવાસી અધિક કલેકટર રાયજાદા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવે અને બહોળી સંખ્યામાં અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...