તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • On The Occasion Of International Nursing Day, United Nursing Forum Gujarat Protested Against The Demands Of Nurses By Wearing Black Bandages.

વિરોધ:ઇન્ટરનેશનલ નર્સિંગ ડે નિમિત્તે યુનાઇટેડ નર્સિંગ ફોરમ ગુજરાત દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો

જામનગર3 મહિનો પહેલા
  • જી.જી.હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ સાથે કાળી પટ્ટી બાંધી ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ

યુનાઇટેડ નર્સિંગ ફોરમ ગુજરાત દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇને આજરોજ તારીખ 12ના ઇન્ટરનેશનલ નર્સિંગ ડે નિમિત્તે જી.જી.હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ સાથે કાળી પટ્ટી બાંધી ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સ ફરજ બજાવી હોય ત્યારે સરકારને અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેને લઇને આજથી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.

નર્સિંગ સ્ટાફ કાળી પટ્ટી બાંધી ફરજ પર હાજર થયા

જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ આજે પોતાની ફરજ પર જવા પહેલા જી.જી.હોસ્પિટલના પટાંગણમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધી બાદમાં ફરજ પર ગયા હતા. અને સરકારને ચીમકી પણ આપી છે. જો તારીખ 18 સુધી અમારી માંગણી સંતોષવામાં કે સ્વિકારવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ પર ઉતરશે.જી.જી.હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સેક્રેટરી ટ્વિન્કલ ગોહિલે જણાવ્યું હતુ કે આજ રોજથી અમે કાળી પટ્ટી ધારણ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ ચાલુ કર્યો છે.

18 તારીખથી પ્રતિક ઉપવાસ પર જવાના છીએ

આજે ઈન્ટરનેશનલ નર્સિંગ ડે છે. કોઈપણ સ્ટાફ કોવિડ માટે ફરજ બજાવે છે તે પી.પી.ઇ કીટ પર કાળી પટ્ટી ધારણ કરશે. અને જનરલ સાઈટ પર ફરજ બજાવે છે. તે પણ પોતાનો વિરોધ બોધવશે. અને જ્યારે આજથી તારીખ 17 તારીખ સુધી કાળી પટ્ટી બાંધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક વિરોધ કરીશું.જ્યારે સરકાર દ્વારા અમારી માગણી સંતોષમાં નહીં આવે તો તારીખ 18 રોજથી પ્રતિક ઉપવાસ પર જવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...