જામનગર શહેરમાં ભોય જ્ઞાતિ સમસ્ત દ્વારા વર્ષોની પ્રણાલિકા અનુસાર જયા પાર્વતીના વ્રત અને એવરત જીવરાતના વ્રતના જાગરણ સમયે બહેનો દ્વારા રાગીભર રાસની રમઝટ બોલાવી અનોખી પરંપરા જાળવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈ રાત્રે પણ વ્રત ધારી બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવી જાગરણ કર્યું હતું, જેમાં ભાઈઓ પણ સહભાગી બન્યા હતા.
મોટી સંખ્યામાં મહિલાઓ રાસડામાં સામેલ થઈ
હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની ગતિ મંદ પડી છે, અને સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક,રાજકીય કાર્યક્રમો માટે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી છે, જેને લઇ ભોઈ સમાજ જામનગરની મહિલાઓ ઉત્સાહભેર જાગરણના પારંપરિક રાસ ગરબામાં જોડાઈ છે.
ભોઈ સમાજની મહિલાઓ આખી રાત ગરબે ઘૂમી જાગરણ કરે છે
જામનગરમાં ભોઈ જ્ઞાતિ જામનગર દ્વારા જયા પાર્વતી અને એવરતમાં અનેજીવરતમાંના વ્રત રહેતી મહિલાઓને રાત્રી, તેમજ દિવસના જાગરણ માટે ભોઇસમાજ જામનગર દ્વારા અનોખું પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે. જેમાં સમાજની મહિલાઓ આખી રાત રાસ ગરબા ગાઈને રાસ ૨મે છે, અને રમાડે છે. જેમાં સમાજના યુવાનો ઢોલ નગારાં વગાડીને મહિલાઓની રંગતમાં તાલ પુરાવે છે.
સમાજના પ્રમુખ નરેશભાઈ સી. મહેતા, તેમજ ઉપપ્રમુખ સંજયભાઈ સી. દાઉદીયાના માર્ગદર્શન હેઠળ અને મંત્રી રૂપેશભાઈ વારાના સાથે સમગ્ર કારોબારી સભ્યોની ટીમ આ માટે જહેમત ઉઠાવી હતી. સામાન્યરીતે જાગ્રત હોય ત્યારે મહિલાઓને જાગવા માટે બાગ-બગીચા કે જાહેર સ્થળો ઉપ૨ જવું પડતું હોય છે. અથવા તો સિનેમાઘર, પબ્લિકથી ભરચક વિસ્તારોનો સહારો લેવો પડતો હોય છે. જ્યારે ભોઈ સમાજ દ્વારા અનોખી ઉજવણી કરી વારસાગત પરંપરા જાળવી રખાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.