તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:શ્રાવણ માસના છેલ્લા સોમવારે જામનગરના શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીના દર્શન કરી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો

જામનગર23 દિવસ પહેલા
  • શ્રાવણી અમાસ હોવાથી લોકોએ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું
  • શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને અંતિમ દિવસ છે. ત્યારે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા માટે શિવાલયોમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યાં હતા. શિવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ જળ અભિષેક, દુર્ગા અભિષેક કરીને મહાદેવને રીઝવ્યાં હતા.

મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
છોટી કાશી તરીકે પ્રસિદ્ધ જામનગર શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી ભકતો શિવ પૂજા કરવા અને દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવનો નાંદ કર્યો હતો. શહેરમાં અનેક નાના-મોટા શિવાલયમાં શ્રાવણી અમાસને સોમવારના દિવસે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભક્તોએ મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

શિવભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસ હોવાથી છોટી કાશીમાં શહેરીજનોએ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું હતું. શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવારની સાથે અમાસ પણ હોવાથી શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણી અમાસના રોજ પિતૃતર્પણનું અનેરું મહત્વ હોવાથી શહેરમાં વિવિધ શિવાલયો પર શહેરીજનોએ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું હતું. પિતૃતર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...