વીજચોરી:જામનગરમાં ચોથા દિવસે વીજ ચેકીંગ, રૂા.22 લાખની ચોરી પકડાઈ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલનગર, દરેડ, દિગ્વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં ટીમ ત્રાટકી
  • 408 વીજજોડાણમાંથી 77માં ગેરરીતિ ખૂલતા દંડનીય બીલ ફટકારાયા

જામનગર શહેરમાં સતત ચોથા દિવસે વીજ તંત્રએ દરોડા પાડ્યા હતા. જેમાં 408 વીજ કનેક્શનના ચેકીંગમાં 77 માં ગેરરીતિ ખુલતા રૂ.22.60 લાખની ચોરી ઝડપાઈ હતી. પીજીવીએસએલ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરી કરનારા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે.

જામનગરમાં વકરી ગયેલા વીજચોરીના દૂષણને દૂર કરવા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી.કે. પટેલની સૂચનાથી શહેર અને જિલ્લામાં શરૂ કરાયેલી કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત ગુરૂવારે સતત ચોથા દિવસે 33 ટીમ દ્રારા શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન શહેરના ગોકુલ નગર, દરેડ, દિગ્વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં કુલ 408 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 77 વીજ કનેકશનમાં ગેરરીતિ ઝડપાતા વીજચોરી કરનાર આસામીઓને કુલ રૂ.22.60 લાખના દંડનીય બીલ ફટકારવામા આવ્યા હતાં. ચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવા માટે 4 વિડીયો ગ્રાફર રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...