• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • On The First Monday Of Shravan, A Crowd Of Devotees Gathered In The Shiva Temples Of Jamnagar, The Devotees Felt Blessed By Having The Darshan Of Bholanath.

'છોટી કાશી' શિવમય બન્યું:શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી, ભોળાનાથના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

જામનગર8 દિવસ પહેલા
  • શહેરના શિવમંદિરો વહેલી સવારથી 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા

જામનગર શિવની નગરી એવી 'છોટી કાશી’ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજે દેવાધિદેવ મહાદેવના અતિ પ્રિય એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથને રીજવવા માટે શહેરના અનેક નાના મોટા શિવાલયોમાં શિવભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી છે, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. શહેરના અનેક શિવાલયોમાં મહા આરતીની સાથે ઘંટારવ જોવા મળ્યો હતો.

બે વર્ષ બાદ શ્રાવણ માસની ધામધૂમપૂર્વક થઈ રહી છે ઉજવણી
'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઝળહળતી રોશની અને ધજા પતાકાથી સજજ કરી દેવાય પછી આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના શિવાલયના દ્વારે વહેલી સવારથી જ શિવભક્તોની કતાર જોવા મળતી હતી, અને હાથમાં ફૂલ, બિલ્લીપત્ર, દૂધ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથને નમન કરવા માટે જોડાયા હતા, અને હર હર ભોલેના નાદ સાથેનો ઘંટનાદ જોવા મળ્યો હતો. અને શિવભક્તોના ઘોડાપુર ઊંમટી પડ્યા હતા.

બે વર્ષના કોરોના કાળ પછી આ વખતે દર્શનાર્થીઓને સંપૂર્ણપણે મુક્તિ મળી હોવાના કારણે શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પ્રત્યેક શિવાલયોમાં હકીકતે શિવમય બનેલો જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના શિવાલયોના દ્વારે ભીડ ન થાય, તેના ભાગરૂપે તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, તે માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રત્યેક શિવાલયોના દ્વારે પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો, ટ્રાફિક શાખાની ટીમ વગેરેને તૈનાતમાં મૂકી દેવાયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક શિવાલયોના આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરી લેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...