તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકાનો મણનો ભાવ રૂ.395:પ્રથમ દિવસે 60માંથી 41 ખેડૂત ટેકાના ભાવે ઘઉં વેંચવા આવ્યા

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6230 મણ ઘઉંની ખરીદી કરાઇ
 • તાલુકાના દરેક યાર્ડમાં 10-10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા

જામનગર શહેર-જિલ્લામાં દરેક યાર્ડમાં પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 60 માંથી 41 ખેડૂત ટેકાના ભાવે ઘઉં વેંચવા આવતા નિગમે 6230 મણ ઘઉંની ખરીદી કરી હતી. તાલુકાના દરેક યાર્ડમાં 10-10 ખેડૂતને બોલાવામાં આવ્યા હતાં.

જામનગરમાં પુરવઠા નિગમ દ્વારા શનિવારથી દરેક યાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા ઘઉંના 20 કીલો ઘઉંના રૂ.395 અને 1000 કીલો ઘઉંના 1975 નકકી કર્યા છે. પ્રથમ દિવસે શહેર-જિલ્લાના દરેક યાર્ડમાં 10-10 ખેડૂતને બોલાવામાં આવ્યા હતાં. જેમાં જામનગરમાં 8, ધ્રોલમાં 7, જોડિયામાં 1, કાલાવડમાં 8, જામજોઘપુરમાં 10 અને લાલપુરમાં 7 મળી કુલ 41 ખેડૂત આવ્યા હતાં. જેમાં હાપા યાર્ડમાં 1200 ,ધ્રોલમાં 1000, જોડિયામાં 150, કાલાવડમાં 1300, જામજોઘપુરમાં 1600 અને લાલપુરમાં 980 મણ ઘઉંની ખરીદી ટેકાના ભાવે થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો