જામનગરમાં 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટના શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અખંડ ભારતની પરિકલ્પના સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રા દરમિયાન ભારતને અખંડ બનાવવા સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
14મી ઓગસ્ટે આયોજિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની મશાલ યાત્રા માટે જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા પ્રખંડ કક્ષાએ વિવિધ લોકો જોડાયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારો, જ્ઞાતિઓ અને હિંદુ સમાજને આ મશાલ યાત્રામાં યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં યુવાનો ભારતને અખંડ કરવાના સંકલ્પ સાથે મશાલ યાત્રામાં જોડાયા હતા. જ્યારે ભાજપ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યૂથી મસાલી યાત્રા શરૂ કરવામાં આવી હતી.
જામનગરમાં 14મી ઓગસ્ટે સાંજે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીકના 58 વર્ષથી જ્યાં રામનામની અખંડ ધૂન ચાલે છે. તેવા બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી આ મશાલ યાત્રા નીકળી હતી. જે યાત્રા હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર, સજુબા સ્કૂલ, બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચી સંપન્ન થશે. આ મશાલ યાત્રાનું ઠેર-ઠેર અગ્રણી, વેપારીઓ અને બહેનો દ્વારા સ્વાગત માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપમાંથી રાજ્યમંત્રી હકુભા જાડેજાએ રણજીતનગર પટેલ સમાજની વાડીથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત મશાલ રેલીનું પ્રસ્થાન પંચમુખી હનુમાનજી મંદિરના અખિલેશ્વરાનંદજી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી, પુજારી, જામનગરના અગ્રણી કૈલાસભાઈ રામોલિયા, સુનિલભાઈ પટેલ સહિતના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.