મહત્વ:મકરસંક્રાંતિના દિવસે સૂર્ય બપોરના 2.30 વાગ્યે ધનરાશિ છોડી મકર રાશિમાં પ્રવેશ કરશે

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રાંતિનો પુષ્પક કાળ બપોરે 2.30 થી 6.23 સુધીનો, આ સમય દરમિયાન દાન પુણ્ય કરવું

સનાતન ધર્મમાં શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિનો પર્વ ભગવાન સૂર્ય દેવને સમર્પિત છે. સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તનને કારણે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સુર્ય ગ્રહનું ધનરાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે. એટલે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ સમયે સુર્ય દક્ષિણાયનમાંથી ઉતરાયણ તરફ જાય છે. જેથી મકરસંક્રાંતિને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે સ્નાનાદિ નિત્ય કર્મ પરવારીને દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. ચાલુ વર્ષ સૂર્ય બપોરના 2:30 વાગ્યે ધનરાશિ છોડી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી સંક્રાંતિનો પુષ્પક કાળ બપોરે 2: 30 થી 06:23 સુધીનો રહેશે આ સમય દરમ્યાન દાન પુણ્ય કરવું તેમ જ્યોતિષ નિલેશ લલિતચંદ્ર વ્યાસે જણાવ્યું હતુ.

કઈ રાશિનાએ શું દાન કરવું જેનાથી પૂણ્ય કમાઇ શકાય
રાશિ : દાન
મેષ, કન્યા, મકર : સફેદ વસ્ત્ર, તલ, ચોખા,સાકર, શુદ્ધ ઘી, ચાંદીનો વસ્તુનું દાન
મિથુન, તુલા, કુંભ : કાળા વસ્ત્ર, કાળા તલ, અડદ, શુદ્ધ ઘી, ખજૂર સ્ટીલના વાસણનું દાન
સિંહ, વૃશ્ચિક, મીન : લાલ વસ્ત્ર, લાલ તલ ઘઉં ગોળ શુદ્ધ ઘી ત્રાંબાના પાત્રનું દાન
વૃષભ, કર્ક, ધન : પીળું વસ્ત્ર, ચણાની દાળ, તલ, શુદ્ધ ઘી, સાકર, પિત્તળના પાત્ર અથવા સુવર્ણન દાન કરવું.

મકરસંક્રાંતિના દિવસે શું કરવું

 • મકરસંક્રાંતિના દિવસે તલ મિશ્રિત જલથી સ્નાન કરવું, - તલનું અભ્યંગ શરીરે લગાડવું,
 • તલનો હોમ કરવો
 • તલનું દાન કરવું
 • તલ ખાવા
 • તલવાળું પાણી પીવું
 • ગાયને ઘાસચારો આપવો
 • પક્ષીને ચણ
 • માછલીને ખાવાનું આપવું
 • ભગવાન શિવજી તેમાં સૂર્ય નારાયણને ગાયના દૂધનો અભિષેક કરવો
 • મમરાના લાડું, બોર, શેરડી, કૂતરાને બિસ્કીટ વગેરે.
અન્ય સમાચારો પણ છે...