બીચ સાઈટનો ક્રેઝ:શિવરાજપુર બીચ પર તા. 20 થી 30 ઓક્ટોબર સુધી સ્કુબા ડાઈવ ફૂલ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલારના નરારા ટાપુ અને ખીજડીયાપક્ષી અભયારણ્ય પણ આકર્ષણનું કેન્દ્ર
  • સહેલાણીઓમાં ભારે રોમાંચ
  • દિવાળી વેકેશનમાં સહેલાણીઓમાં દેવભૂમિ પંથકના બીચ સાઈટનો ક્રેઝ વધ્યો

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આથી લોકો અત્યારથી જ દિવાળીના વેકેશનમાં બહારગામ જવાની તૈયારીમાં લાગી ગયા છે. જન્માષ્ટમી બાદ દિવાળીના તહેવારમાં લાંબી રજા મળતી હોય છે. આથી વેકેશનનો લાભ લઈને ફરવા જતા લોકોમાં ચાલુ વર્ષે હાલારમાં કેમ્પ અને બીચ સાઈટનો ક્રેઝ વધ્યો છે.

દ્રારકા નજીક શિવરાજપુર બીચ આવેલો છે. જયાં વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે. આથી દ્વારકા જિલ્લામાં આવેલા મોટા ભાગની કેમ્પ સાઈટ અત્યારથી જ ફૂલ થઈ ગઇ છે.

આટલું જ નહીં શિવરાજપુરના બીચમાં સ્કુબા ડાઇવિંગ માટે તા. 20 થી 30 ઓક્ટોબર સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. બીજી બાજુ જામનગર જિલ્લામાં નરારા ટાપુ અને ખીજડીયાપક્ષી અભ્યારણ્ય પણ આકર્ષણનું કેન્દ્ર છે. દિવાળી વેકશનમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે.

અમદાવાદ, વડોદરા, સુરતથી બુકીંગની વધુ પૂછપરછ
આ દ્વારકા જિલ્લાની કેમ્પ સાઇટ અને જામનગરમાં નરારા, ખીજડીયા અભ્યારણ્ય માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી લોકોની પૂછપરછ વધુ આવે છે. મોટાભાગે લોકો પરિવાર તથા મિત્રના ગ્રુપ માટે પૂછપરછ કરતા હોય છે. > આનંદ પ્રજાપતિ, બુકિંગ એજન્ટ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...