જામનગરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતી નદી પર રીવરબ્રીજ ચેકડેમ તથા રીટેઈનીંગ વોલ બનાવવા માટે રૂ. 5.86 કરોડનો ખર્ચ થશે. આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોર્ડ નં.15 અને 16 માં કરવાનો નિર્ણય મનપાની સ્ટેન્ડીંગ કમીટીમાં લેવાયો છે. ઢોરના ડબ્બામાં ઘાસચારા સપ્લાય માટે રૂ.50 લાખનો ખર્ચ કરવામાં આવશે.
જામનગર મનપાની સ્થાયી સમિતિની બેઠક મંગળવારે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં શહેરમાં વ્હોરા હજીરા પાસે રંગમતી નદી પર રીવર બ્રીજ, ચેકડેમ, રીટેઈનીંગ વોલ બનાવવાના કામ માટે રૂ.5.86 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. ઢોરના ડબ્બામાં ઘાસચારો સપ્લાય કરવાના કામ માટે રૂ.50 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
મીલ્ટ્રી એન્જિનિયરીંગ સર્વિસ (એમઈએસ) ની 100 ટકા ગ્રાન્ટ અન્વયે એમઈએસ ગેઈટ રણજીતસાગર રોડથી ફીડીંગ કેનાલ ક્રોસીંગ, હર્ષદમીલ ચાલી, મહાવીર પાર્ક ગાર્ડન કેનાલ સુધી વન્ડર ગ્રાઉન્ડ સ્ટ્રેપ વોર પાઈપ ડ્રેનેજ વીથ રેઈન વોટર હાર્વેસ્ટીંગના કામ માટે રૂ.63.73 લાખનો ખર્ચ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની દરખાસ્ત મંજુર કરી આખરી મંજુરી માટે સામાન્ય સભામાં મોકલી આપવામાં આવી હતી. જીયુડીએમ 2018ની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ સાઉથ ઝોન વોર્ડ નં. 8, 15 અને 16 માં વોટર વર્કસ શાખા દ્વારા પાણીની લાઈન માટે ખોદવામાં આવેલા સ્ટ્રેન્ધમાં સીસી રોડ સ્ટ્રેન્ધનીંગના કામ અંગે રૂ.5 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. આગામી તા.26 ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોર્ડ નં.15 અને 16 માં કરવાનો નિર્ણય લેવાયો હતો. નિવૃત્ત થનારા 9 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.