• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • On Jamnagar Lalpur Road, A Motorcyclist Hit A Biker And Was Thrown Like A Football, Seriously Injured After Being Thrown 10 Feet Away.

મોતને હાથતાળી આપી:જામનગર-લાલપુર રોડ પર કારચાલકે બાઈકસવારને અડફેટે લેતા ફૂટબોલની માફક ફંગોળાયો, જુઓ CCTV

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર લાલપુર રોડ પર ચંગા ગામના પાટિયા પાસે એક કારચાલકે બેફિકરાઈથી કાર ચલાવી એક બાઈક સવારને અડફેટે લીધો હતો. બાઈક સવાર દસ ફૂટ દૂર ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જામનગર-લાલપુર હાઈવે પર ચંગા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા એક બાઈક સવારને અડફેટે લીધો હતો. કારચાલકની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર દસ ફૂટ દૂર ફંગોળાયો હતો અને ડીવાઈડર સાથે અથડાયો હતો. જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.

અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળ પર જ ઉભો રહી ગયો હતો. આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...