તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાસભાગ:જામનગરના અંબર રોડ પર સાંઢીયો ગાંડો થતાં મચી અફડાતફડી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 કલાકની જહેમત બાદ સાંઢીયો કાબુ થયો

જામનગર શહેરના ધમધમતા અંબર સિનેમા રોડ પર શનિવાર રાત્રીના સમયે સાંઢીયા ગાડીનો સાંઢીયો અચાનક બેકાબુ બની જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. સાંઢીયો એક કીલો મીટર દુર હોસ્પિટલ સુધી પહોચી ગયો હતો જેને મહા મહેનતે કાબુમાં કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરના ભરચક્કર એવા અંબર રોડ શનિવારે રાત્રે પસાર થઇ રહેલા સાંઢીયા ગાડીનો સાંઢીયો અચાનક ભૂરાટો બનતા ગાડીને મુકીને આંધળી દોટ મુકતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. સાંઢીયાના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો તે એક કીલોમીટર દુર હોસ્પિટલ સુધી પહોચી ગયો હતો, જેને મહામહેનતે એક કલાકની જહેમત બાદ કાબુમાં કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...