તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:ગાંધીનગર વિસ્તારમાં કુકર ફાટતા શોક-સર્કિટથી મકાનમાં આગ લાગી, સળગી જતાં વૃદ્ધાનું મોત

જામનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
આગના કારણે રસોડામાં રહેલાં વસંતબાનું મૃત્યું. - Divya Bhaskar
આગના કારણે રસોડામાં રહેલાં વસંતબાનું મૃત્યું.
 • ‘કુકરની સીટીનો પાઇપ સોઇથી સાફ કરતા રહો, ગેસની ઝાળ કુકરના તળિયાની બહાર ન જાય !’

ગાંધીનગર સ્મશાન પાસે સોનિયાનગરમાં મ્યુનિસિપલ ગેઇટ સામે રહેતા વસંતબા ખોડુભા જાડેજા (ઉ.વ.75) શુક્રવારે બપોરે 12 વાગ્યા આસપાસ ઘરમાં રસોઈકામ કરતાં હતાં. આ દરમ્યાન ગેસના ચુલા પર મૂકેલું કૂકર અચાનક ધડાકા સાથે ફાટયું હતું. આથી તેમાંથી નીકળેલી વરાળ ઉપરથી પસાર થતાં વીજવાયરને અડકતાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી અને મકાનમાં ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર તથા એમ્બ્યુલન્સ સાથે દોડી ગયા હતાં.

જયાં વીજમીટર સાથે જોડાયેલો વાયર કાપી નાખી એક ગાડી પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. પરંતુ આગના કારણે રસોડામાં રહેલાં વસંતબા ગંભીર રીતે દાઝી ગયા હતાં. આથી તેણીને તાકીદે સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ફરજ પર રહેલા તબીબે તેણીને મૃત જાહેર કર્યા હતાં. આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી.

આ કારણોથી કુકર ફાટી શકે..

 • નકલી વાલ્વ નાંખવામાં આવ્યો હોય
 • વ્હીસલ(સીટી)ની અંદરની પાઇપ બ્લોક થઇ ગઇ હોય
 • નકલી રીંગ નાંખવામાં આવી હોય
 • કુકરની અંદર ખાના કે ટોપિયા પર છીબું ઢાંકવામાં આવ્યું હોય
 • કુકરમાં પાણી નાંખવાનું ભૂલી ગયા હોય કે પાણી બળી ગયું હોય
 • કુકર નિયત કરતા વધુ સમય ચાલુ ગેસ પર પડી રહેતા પ્રેસર વધી ગયું હોય

આ સાવચેતી રાખવી જોઇએ..

 • કુકરમાં હમેશા ઓરજીનલ વાલ્વ, રીંગ સહિતની વસ્તુ વાપરવી
 • કુકરની અંદરનો વાલ્વ બદલવાનો થાય ત્યારે ઓરજીનલ વાપરવો
 • કુકરની વ્હીસલનો વેન પાઇપને દર 15 દિવસે સોઇ અથવા ટાંચણીથી અંદરથી સાફ કરવો જોઇએ.
 • કુકરને હમેશા ધીમા ગેસ પર મૂકવું જોઇએ
 • કુકર મૂકયા બાદ તેના નીચેના ભાગથી ગેસની ફલેઇમ બહાર ન જવી જોઇએ તેની તકેદારી રાખવી

કુકરમાં ઓરિજિનલ સ્પેરપાર્ટસ જ વાપરવા જોઇએ
કુકરની ખરીદી કર્યા બાદ જયારે પણ સેફટી વાલ્વ, રીંગ સહિતના સ્પેરપાર્ટસ બદલાવાના થાય ત્યારે હમેશા જે કંપનીનું કંપનીનું કૂકર હોય તેના અથવા બ્રાન્ડેડ સ્પેરપાર્ટસ વાપરવા જોઇએ. આટલું જ નહીં કંપનીના કુકર ખરીદવા જોઇએ. જેથી કુકર ફાટવાની દુઘર્ટના ટાળી શકાય.> વિપુલભાઇ મહેતા, વાસણના વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...