તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગરમાં જૂનો ખાર રાખી 2 પરિવાર બાખડ્યા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડીરાત્રે સર્જાયેલી બઘડાટી: તલવાર, ધોકા અને સોડાબોટલ વડે હુમલા, સામસામી ફરિયાદ થઈ

જામનગરના રાંદલનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે બે પાડોશી પરીવાર વચ્ચે બબાલ સર્જાઇ હતી જેમાં તલવાર,ધોકા અને સોડા બોટલ વડે સામસામા હુમલા કરી ઇજા કરવા અંગે ફરીયાદ નોંધાઇ છે. જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતા શાંતુબા ગીરૂભા જાડેજા નામના વૃધ્ધાએ પોતાના પર સોડા બોટલ વડે હુમલો કરી ચહેરાના ભાગે ઇજા પહોચાડી અન્યોને પણ ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અંગે પાડોશમાં જ રહેતા બહાદુરસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, વનરાજસિ઼હ સાહેબજી જાડેજા અને છત્રપાલસિંહ ગોહિલ સામે ફરીયાદ નોંધાવી છે.

સામાપક્ષે વનરાજસિ઼હ સાહેબજી જાડેજા નામના યુવાને પણ પોતાના પર તલવાર વડે કપાળના ભાગે ઇજા કરી ધોકા વડે માર મારી સાથળના ભાગે ઇજા કર્યાની ફરીયાદ યુવરાજસિંહ ગિરીરાજસિંહ જાડેજા, કુલદિપસિ઼હ ગિરરાજસિંહ જાડેજા અને યુવરાજના કાકા સામે નોંધાવી છે.જુના મનદુ:ખનો ખાર રાખી આ હુમલાઓ થયાનું જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...