કાર્યવાહી:બેડીમાં 60 ગ્રામ મ્યાંઉ-મ્યાંઉ ડ્રગ્સ સાથે વૃદ્ધ ઝબ્બે, પોલીસે 6 લાખનું માદક દ્રવ્ય કબજે કર્યુ

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરના બેડી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે દરોડો પાડી માદક પદાર્થ મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ (એમડીએમએ)ના 59 ગ્રામથી વધુ જથ્થા સાથે એક શખસને દબોચી લીઘો છે.પોલીસે પકડાયેલા શખસના કબજામાંથી 6 લાખની કિ઼મતનુ ડ્રગ્સ કબજે કરી તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.જામનગર શહેરના બેડી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે ચોકકસ બાતમીના આધારે સંયુકત દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે બેડીના રામ મંદિર ચોક પાસે બાવાફડી વિસ્તારમાં રહેતા બિલાલ અબ્દુલ દલ (ઉ.વ. 60) નામના વૃધ્ધને મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સના 59 ગ્રામથી વધુ જથ્થા સાથે દબોચી લીઘો હતો. પોલીસે રૂ.6 લાખથી વધુની કિ઼મતનો એમડીએમએ ડ્રગ્સનો જથ્થો કબજે કરી પકડાયેલા શખસ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવા માટે તજવિજ હાથ ધરી છે.

સંયુકત ઓપરેશન બાદ જામનગર એસઓજીની ટીમે ઉકત ડ્રગ્સ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.આ માદક પદાર્થનો જથ્થો કોની પાસેથી મેળવાયો છે? અન્ય કોણ કોણ સંડોવાયુ છે ? વગેરે બાબતનો તાગ મેળવવા માટે પોલીસે પકડાયેલા શખસની જામનગર એસઓજીએ સધન પુછતાછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...