તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાવની પાળે બનેલી ઘટના:જામનગરમાં ઓઈલ ઢોળાતા વાહનો સ્લીપ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ વાહનમાંથી ઓઈલ ઢોળાતા માર્ગ લપસણો બની ગયો
  • ફાયરબ્રિગડે પાણીનો મારો ચલાવી રોડની સફાઇ કરી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

જામનગરમાં તળાવની પાળ પર ગુરૂવારે સવારે માર્ગ પર કોઇ વાહનમાંથી ઓઇલ ઢોળતા બે વાહન ચાલકો સ્લીપ થયા હતાં તો અન્ય વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી રોડની સફાઇ કરી હતી.

જામનગરમાં તળાવની પાળે ગુરૂવારે સવારે કોઈ વાહનમાંથી ઓઈલનો જથ્થો રસ્તા ઉપર ઢોળાયો હતો. પરિણામે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ૫ડી હતી. ઓઇલ ઢોળાતા બે વાહન ચાલકો સ્લીપ પણ થયા હતાં. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. બનાવ અંગે નગરસેવક આનંદ રાઠોડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર શાખાના જવાનોએ જે સ્થળે ઓઈલ ઢોળાયું હતું તે માર્ગની પાણીથી સફાઇ કરી હતી. આથી વાહન ચાલકોને રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...