સરપ્રાઈઝ વિઝીટ:જામનગર શહેરના ઈ.એસ.આર કેમ્પસની મનપાના વોટર વર્કસ શાખાના અધિકારીઓએ સરપ્રાઈઝ વિઝીટ કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની વૉટર રોક શાખા દ્વારા ઝોનલ એન્જીનીયર ને સાથે રાખીને સયુક્ત વિઝીટ કરવામાં આવેલ વિઝીટ દરમિયાન ઈ.એસ.આર. કેમ્પસમાં પાઈપ લાઈન નાખવામાં વાપરવામાં આવતા ડી.આઈ.સ્પેશીયલસનો સામાન સાઈઝ મુજબ વ્યવસ્થિત રીતે ગોઠવવા સૂચનાઓ આપવામાં આવેલ. તેમજ કેમ્પસની અંદર ચોમાસા દરમિયાન ઉગી નીકળેલ ઝાડી અને ઝાડવાને કાપીને કેમ્પસ ચોખ્ખું કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઈ.એસ.આર. ખાતેથી દિગ્જામ સર્કલ થી સમર્પણ હોસ્પિટલ સુધી તેમજ દિગ્જામ સર્કલ થી ખોડીયાર કોલોની થી ધરારનગર સુધીના વિસ્તારોમાં દૈનિક 13 એમ એલ ડી પાણી વિતરણ કરવામાં આવે છે. આ વિસ્તારોમાંથી લાઈન લીકેજીસ, પાણીનું પ્રેસર ઓછુ હોવું, પીવાના પાણી સાથે ગટરના પાણી ભળવા જેવી ફરિયાદો બાબતે ઝોનલ એન્જીનીયર સાથે ચર્ચા કરીને આયોજન પૂર્વક અને ઝડપથી ફરિયાદ નિકાલ કરવા સુચના આપવામાં આવેલ તેમજ ઈ.એસ.આર. ઉપર પાણીમાં કલોરીનેશન સમયાંતરે ચેક કરીને વિસ્તારના લોકો સુધી ક્લોરીન વાળું પાણી પહોચે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ . આ ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં પાણીને લગત ફરિયાદો હોય તો ઈ.એસ.આર. ઉપર રાખવામાં આવેલ મોબાઇલ નં.9925248407માં સંપર્ક કરવાનો રહેશે તેમજ ટોલફ્રી ન. 18002330131 અને મહાનગરપાલિકા ની વેબ સાઇટ પર ઓનલાઇન ફરિયાદ કરી શકાશે.જેની જાહેર જનતાએ નોધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ સમર્પણ ઈ.એસ.આર.ની. મુલાકાત કાર્યપાલક ઈજનેર નરેશ એમ. પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર અલ્પેશ એમ.ચારણીયા સહિતના અધિકારીઓ દ્વારા વિઝીટ કરવામાં દ્વારા કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...