વિરોધ:કલ્યાણપુરના કેનેડીમાં વીજ લાઈનનું ટ્રાન્સફોર્મર ખસેડવા બાબતે અધિકારી-સ્થાનિકો વચ્ચે રકઝક

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળાંતરની જગ્યાએ શાળા અને શાક માર્કેટ હોવાથી મૂળ જગ્યા પર જ રાખવા ગ્રામજનોની માંગ

કલ્યાણપુર તાલુકાના કેનેડીમાં વિજકર્મીઓ દ્વારા ટ્રાન્સફોર્મર બદલવા આવતા સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ભારે રકઝક થતા મામલો બિચકાચો હતો.સ્થળાંતરની જગ્યા પર અલગ અલગ બે શાળઓ તેમજ શાકમાર્કેટ હોવાથી ભવિષ્યમાં અકસ્માતની ભીતિ હોવાથી મુળ જગ્યા પર જ ટ્રાન્સફોર્મર રાખવા ગ્રામજનોએ વિરોધ ઉઠાવ્યો હતો.જો કે,આ બાબતે વિજકર્મીઓ સહમત ન થતા સ્થાનિકોએ વિડિયો ઉતારવાનું શરૂ કરતા અધિકારી અને સ્થાનિકો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. 

વિજકર્મીઓ દ્વારા ટ્રાન્સફોર્મરનું સ્થળાંતર કરવા આવતા દુકાનદારો દ્વારા વાંધો ઉઠાવાયો
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડીમાં રસ્તા પાસે આવેલ ટ્રાન્સફોર્મર ખસેડીને બાજુની ગલ્લીમાં સ્થળાંતર કરવાની હિલચાલ સામે સ્થાનિકો રોષે ભરાયા હતાં. વિજકર્મીઓ દ્વારા ટ્રાન્સફોર્મરનું સ્થળાંતર કરવા આવતા દુકાનદારો દ્વારા વાંધો ઉઠાવાયો હતો. નવી જગ્યા પર અલગ અલગ બે શાળાઓ તેમજ શાકમાર્કેટ પણ ભરાતી હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે અકસ્માતની ભીતિ રહેતી હોવાથી સ્થળાંતર ન કરવા વિરોધ ઉઠાવ્યો હતો. પરંતુ કર્મચારીઓ આ બાબતે અસહમત હોવાથી સ્થાનિકોએ અધિકારીઓનુ વિડિયો શુટીંગ ચાલુ કર્યું હતું. વીજકર્મીઓએ શુટીંગ બંધ કરવા કહેતા મામલો બિચકાયો હતો અને સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ભારે એવી બોલચાલી થતા સ્થળ પરથી ચાલતી પકડી હતી.

વોલ્ટેજના પ્રશ્નોને ધ્યાનમાં રાખી સ્થળાંતરની પસંદગી
સ્થાનિકો સાથે કોઇ પણ જાતના ભેદભાવ વગર વોલ્ટેજના સર્જાતા પ્રશ્નોને ધ્યાનમાં રાખી આ વીજ ટ્રાન્સફોર્મરનું સ્થળાંતર કરવું પડે તેમ છે. સર્કિટના વિભાજન માટે સ્થળાંતર કરવું પણ જરૂરી બને છે. ઉપરાંત સલામતી મુદ્દે ટ્રાન્સફોર્મર શહેર કે ગામ વચ્ચે પણ હોય જ છે. - મુકેશ વાળાકી, ડેપ્યુટી ઇજનેર

અન્ય સમાચારો પણ છે...