ભાસ્કર ઇમ્પેકટ:ગુલાબનગરમાં વરસાદી પાણી નિકાલ માટે કમિશનર સહિતના અધિકારીઓ દોડ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક સફાઈ કામ શરૂ કર્યુ

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં નારાયણનગર, સિન્ડીકેટ સોસાયટી, રવિ પાર્ક વગેરે વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી લોકો કંટાળી ગયા હતા. ગંદકી અને મચ્છરના ઉપદ્રવના કારણે રોગચાળા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

દરમિયાન આ અંગેનો અહેવાલ મંગળવારે ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થતાં સ્થાનિક તંત્ર જાગ્યું હતું. આ વિસ્તારના કોર્પોરેટર અને ડે. મેયર તપન પરમારે કમિશનરને રજૂઆત કરતા કમિશનર વિજય ખરાડી, સિટી એન્જિનિયર શૈલેષ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી જઈ ત્યાંના લોકોની તકલીફો જાણી હતી.

અને તાત્કાલિક સૂચના આપી સફાઈ કામગીરી શરૂ કરાવી દીધી હતી. તેમજ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈન લેવલ જળવાયું ન હોય તેને પણ ટેકનિકલી રીતે સરખુ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...