વૃક્ષારોપણ:રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ જી.એસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમના સ્થળે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ લોકોને પ્રોત્સાહિત કરતા રાજયમંત્રી

જામનગર માં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર સહિતના પદાધિકારીઓએ શહેરની જી.એસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ શાળા ખાતે ચાલી રહેલ વેક્સિનેશન કેમ્પની મુલાકાત લઈ વેકસીન લેનારા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે હાલ અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મહત્તમ વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરી ગુજરાતને ફરી હરિયાળુ ગુજરાત બનાવવા નિર્ધાર કર્યો છે. આ તકે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...