જામનગર મહાનગરપાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ રંગરેલિયા મનાવતા સ્ટાફના હાથે પકડાઈ ગયાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ બનાવથી અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે બે દિવસ પહેલા મહાનગરપાલિકામાં આવેલી ખૂબજ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે અન્ય મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા કઢંગી હાલતમાં રહેલા બંનેનો ભાંડાફોડ થયો હતો.
આ બનાવ બાદ નજરે જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્યો હતો જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી અને આ ઘટનાથી અધિકારીઓ પણ દોડી આવ્યા હતા પરંતુ આમાં શું પગલા લેવા અને મહાપાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોય જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે. પરંતુ આ ઘટના જંગલમાં આગની જેમ મહાનગરપાલિકામાં ફેલાઈ ગઈ અને ચોતરફે આની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.