તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભીમવાસ, નવાગામ ઘેડ,જોડિયા-ભુંગા, હનુમાન ટેકરીમાં મોડીરાત સુધી રાસ લેવાતા 5 સામે ગુનો

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જુદા જુદા સ્પીકરો, એમ્પ્લીફાયર વગેરે મળી વગેરે સામગ્રી પોલીસે કબજે લીધી: જાહેરનામા ભંગની ડીજે ઓપરેટર સામે ફરિયાદ

જામનગરમાં જુદાજુદા પ્રસંગમાં સમય મર્યાદાનંુ ઉલ્લંધન કરી મોડી રાત્રી સુધી સાઉન્ટ સિસ્ટમ ચાલુ રાખવાના મામલે પોલીસે પાંચ ડીજે ઓપરેટર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સાઉન્ડ વગેરે કબજે કર્યુ હતુ.આ બનાવની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં સીટી બી પોલીસે નાઇટ પેટ્રોલિંગ વેળા ભીમવાસ શેરી નં.1 વિસ્તારમાં પ્રસંગમાં મોડી રાત્રી સુધી ડીજે સાઉન્ડ પર રાસનો કાર્યક્રમ ચાલી રહયો હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.આથી પોલીસે જાહેરનામાનો ભંગ કરી સાઉન્ડ ચાલુ રાખવાના મામલે ડીજે ઓપરેટર મુકેશભાઇ વિનુભાઇ સોલંકીની અટક કરી તેની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે આજ વિસ્તારમાં પોલીસે વધુ એક સ્થળે સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવાના મામલે ડીજે ઓપરેટર મુકેશભાઇ રામજીભાઇ ચૌહાણ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જુદા જુદા સ્થળે મોડી રાત્રી સુધી સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવા અંગે રોહિતભાઇ કાનજીભાઇ મકવાણા અને રમેશ હમીરભાઇ મકવાણા સામે પણ જાહેરનામાના ભંગ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.જયારે સીટી બી પોલીસે વધુ એક સ્થળે જોડીયા ભુંગામાં પણ જાહેરમાં મોડી રાત્રી સુધી ડીજે માઇક વગાડી જાહેરનામાના ભંગ મામલે ડીજે ઓપરેટર અલ્તાફભાઇ મામદભાઇ રાજાણી સામે ધોરણસર ગુનો નોંધ્યો હતો.

જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં પણ મોડી રાત્રી સુધી મંજુરી વગર સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવા મામલે સીટી સી પોલીસની ટીમે ડીજે ઓપરેટર સંજયભાઇ શિવલાલભાઇ સિંધવની અટક કરી તેના સામે જાહેરનામાના ભંગ મામલે ગુનો નોંધ્યો હતો અને જુદા જુદા સ્પીકરો,એમ્પ્લીફાયર વગેરે કબજે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો