ભાસ્કર ઇમ્પેકટ:લાંબામાં લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ મામલે 4 સામે ગુનો

ખંભાળિયા, ભાટિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાસમાં પાક રક્ષણના હથિયાર વડે ફાયરિંગનો વીડિયો વાયરલ થતા ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરિવારના યોજાયેલા લગ્ન પ્રસંગમાં રાત્રે દાંડીયારાસના કાર્યક્રમમાં પાક રક્ષણના હથિયાર વડે હવામાં ફાયરીંગ થયાનો લગભગ ત્રીસ સેકન્ડનો વિડીયો વાયરલ થયો હતો.સમગ્ર મામલે પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કલ્યાણપુરના લાંબા ગામે ગત તા.21-11ના રોજ એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં રાત્રે દાંડિયારાસના કાર્યક્રમમાં મેરામણભાઈ આલાભાઈ ચેતરીયા અને રાણાભાઈ આલાભાઈ ચેતરીયાએ પોતાનું પાક રક્ષણનું બાર બોર ગન હથિયાર સાથે લઈ આવ્યા હોય તે દરમ્યાન જુઠા મેરામણ ચેતરીયા અને વજસી રાણા ચેતરીયા નામના શખ્સોએ હથિયાર ચલાવવાનું લાયસન્સ ન હોવા છતાં લગ્નપ્રસંગના દાંડિયારાસના પ્રોગ્રામમાં અન્ય માણસોની હાજરીમાં બારબોર ગન હથિયારમાંથી હવામાં ફાયરિંગ કરતા પોલીસે બે પરવાનાવાળા આસામીઓ અને હવામાં ફાયરિંગ કરનાર સહિત ચાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો.

લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસના પ્રોગ્રામમાં હવામાં ફાયરિંગ થયાનો લગભગ ત્રીસ સેકન્ડનો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર જાગી હતી.આ સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતા કલ્યાણપુરના પીએસઆઈ એફ.બી. ગગનીયા ખુદ ફરિયાદી બની ને સંબંધિત શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...