તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Support Of The Ongoing Agitation For Gaumata In Delhi, Three Youths Shaved Their Heads And Sent An Application To The Collectorate.

આવેદનપત્ર:દિલ્લીમાં ગૌમાતા માટે ચાલી રહેલા આંદોલનના ટેકામાં ત્રણ યુવાનોએ મુંડન કરાવી કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવ્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર સહિત ગુજરાતમાં આહીર સમાજ દ્વારા દેખાવો યોજાયા

ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણપણે ગોહત્યા બંધ કરાવવામાં આવે અને સેનામાં જાતિઓના નામથી રેજીમેન્ટ છે

એવી રીતે સેનામાં આહિર રેજીમેટ નું નિર્માણ કરવામાં આવે એવી જુદી જુદી બે માગણી થી ગત 11 મી જાન્યુઆરી થી દિલ્હી માં જંતર મંતર ખાતે અર્જુનભાઈ આંબલીયા નામના આહીર યુવાન દ્વારા અચોક્કસ સમયના ધરણા કરાઈ રહ્યા છે.

તેને સમર્થન માટે જામનગરના ત્રણ યુવાનો જોડાયા છે અને તેમાં ત્રણ યુવાનો અને મુંડન કરાવ્યું હતું.

ત્રણેય યુવાનો મુંડન કરાવીને જામનગર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જામનગરમાં ત્રણ યુવાનોએ કરાવ્યું મસ્તિક મુંડન જિલ્લા કલેકટર કચેરી પર પાઠવ્યું આવેદનપત્ર

જેમાં ગો માતા ને રાષ્ટ્રીય દરજ્જો આપો અને સેનામાં આહીર રેજીમેન્ટ માટે માગણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...