તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કફોડી હાલત:પ્રસંગોમાં ભાડે કપડા દેવાના વ્યવસાયને 70% ફટકો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોનાની ગંભીર અસર તળે વેપાર ધંધામાં મહદઅંશે મદી નો મહોલ જોવા જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જુદા જુદા પ્રસંગોમાં ભાડા પર કપડા આપવનો વ્યવસાય કરતા વેપારીઓને 70% જેટલું નુકશાન થઈ રહયું છે. ગત વર્ષે નવરાત્રી અને છેલ્લા દોઢ વર્ષથી શાળા-કોલેજ તેમજ સામાજિક કાર્યક્રમો બંધ રહેતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

તો બીજી તરફ લગ્ન સિઝન પણ ચાલી રહી છે. પરંતુ લગ્નમાં માત્ર 50 લોકોને મંજૂરી હોવાથી વધુ પડતા લોકો સાદાયથી લગ્ન કરી રહ્યાં છે આથી જાનૈયાઓ માટે લઈ જવામાં આવતી સાફાઓનું વેચાણ નેહીવત બન્યું છે. પહેલા વર કન્યા સાથે પરિવારના અન્ય સભ્ય ભાડા પર કપડા ખરીદ્યા હતા પરંતુ હવે મહામારીના ડરને કારણે અને છેલ્લા દોઢ વર્ષથી નવો કોઇ ટ્રન્ડ ન આવતા લોકો ડિઝાઇનર કપડા ભાડે લેવાના બદલે વહેંચતા જ લઇ રહ્યા છે. જામનગરના વેપારીઓ જણાવ્યુ છે.

વેશભૂષાના કપડા ભાડા પર જતા જ નથી
સામાન્ય સંજોગો હોય ત્યારે શાળા અને કોલેજમાં એન્યુઅલ ફંકશન, નાટકો તેમજ સામાજિક કાર્યક્રમમાં લોકો ભાડા પરથી કપડાં લઈ જતા હોય છે, પરંતુ મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી સ્કુલ, કોલેજો અને સામાજિક કાર્યક્રમો બંધ છે. તેથી વેશભૂષાના કપડા ભાડા પર જતા જ નથી. જેના પગલે વેપારને ફટકો પડતા આર્થિક નુકસાન થયું છે. > કૌશિકભાઈ તકથાણી, વેપારી, જામનગર.

રીસેપ્શન વેરનું વેચાણ નહીવત પ્રમાણમાં
લગ્નની સિઝન ચાલી રહી છે પરંતુ લગ્નમાં માત્ર 50 લોકોની છૂટ હોવાથી અને નાઈટ કરફ્યુ હોવાથી લગ્નમાં રીસેપ્શન યોજનાતા જ નથી જેને કારણે રીસેપ્શન વેરનું વેચાણ નહીંવત પ્રમાણમાં ચાલી રહયું છે. આ ઉપરાંત લોકોને લગ્નમાં ઓછું જવાનું હોવાથી વેપાર સીમતી થઈ ગયો છે.> ધર્મપાલ સિહ જાડેજા, વેપારી, જામનગર.

આ વર્ષે પણ નવરાત્રી યોજાવાની શક્યતા ધુંધળી
જામનગરના કોસ્ચ્યુમ ભાડે આપતાં વેપારીઓ માને છેકે, આ વર્ષે પણ નવરાત્રી નહીં યોજાય. કારણ કે સંક્રમણથી બચવા માટે સામાજિક અંતર જરૂરી છે, જે નવરાત્રિમાં શક્ય નથી અને ત્રીજી લહેરની પણ સંભાવના વ્યકત થઇ રહી છે.

20% ડિસ્કાઉન્ટ ચાલે છે
પહેલા 4000ના ભાડા વાળા કપડાંની ખરીદી કરતાં પરંતુ હવે 25000થી 3000 સુધીના ઓછા ભાડા વાળા આઉટફિટ પસંદ કરી રહ્યા છે. ઘણા વેપારીઓ ભાવમાં 20% ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યાં છે.> વત્સલ રૂપરેલીયા, વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...