કલ્યાણપુર તાલુકાના મુખ્યમથક ભાટિયામાં વર્ષોથી સરકારી જમીનો અને ખરાબા પર મોટા માથાઓ અને પંચાયતથી માંડી ટોચના અધિકારીઓ સાથે સાંઠગાઠ ધરાવતા તત્વોએ ગેરકાયદેસર આડેધડ બાંધકામો ખડકી દિધા છે. ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા વખતોવખત પંચાયત અને તાલુકા કક્ષા સુધી રજુઆતો છતા પણ પંચાયત દ્વારા આવા દબાણો દુર કરવા મૌન ધારણ કર્યું છે. પરિણામે દર ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા શહેરમાં ઠેર ઠેર ગોઠણસમા પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે.
ભાટિયા સાથે આસપાસના 50 જેટલા ગામડાનો વેપાર જોડાયેલો છે.ભાટિયા ગ્રામ પંચાયતની મીઠી નજર હેઠળ ભાટિયામાં આડેધડ બાંધકામો ખડકાયા છે.પંચાયત સાથે મિલીભગત ધરાવતા તત્વો ગમે ત્યાં બાંધકામ કરી નાંખે છે.પંચાયતમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અનેક રજુઆતો બાદ કલેક્ટર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવાના આદેશ છતા પણ પંચાયત અને તલાટી મંત્રીની સાંઠગાંઠના લીધે કલેક્ટરના હુકમને પણ ઘોળીને પી જઇ ગેરકાદેસર બાંધકામ દુર કરાતા નથી. ભાટિયામાં ગેરકાયદેસર બાંધકાના લીધે વરસાદી પાણીના નિકાલમાં ભારે તકલીફ પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.