જામનગરની બંને બેઠકના ઓબ્ઝર્વર તરીકે આઇપીએસ ધીરજકુમારની નિમણૂક કરવામાં આવી છે. તેઓ સર્કીટ હાઉસમાં સવારે 9.30 થી 10.30 નાગરિકોને રૂબરૂ મળશે. જામનગરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પગલે આદર્શ આચાર સંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે જામનગર જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે આઇપીએસ ધીરજકુમારની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે.
જામનગર જિલ્લાની વિધાનસભા બેઠક 78-જામનગર (ઉત્તર) તથા 79-જામનગર (દક્ષિણ) ના જનરલ ઓબ્ઝર્વર તરીકે ધીરજકુમાર ફરજ બજાવશે. જિલ્લાના આ મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને રૂબરૂ મળીને કરી શકે છે અથવા તેમના મોબાઈલ નં. 6357484341 ઉ૫ર સંપર્ક કરી શકાશે. તેઓ જામનગર સર્કિટ હાઉસ, પહેલા માળે સવારે 9.30 થી 10.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળીને તેમની વાત પણ સાંભળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.