ધમધમાટ:ઓબ્ઝર્વરે વીડિયો સર્વેલન્સ, ફ્લાઈંગ સ્કવોડ, ચેકપોસ્ટની સમીક્ષા કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખર્ચ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
  • આચારસંહિતા અંગેની ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા જામનગરમાં નિમવામાં આવેલા ખર્ચ ઓબ્ઝર્વર એ.એ.દામોદર તથા પી.ડી.સાલુંખે દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી સમીક્ષા કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર વાર હાથ ધરવામાં આવેલી ખર્ચ ઓબ્ઝર્વરને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી જેમાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં અલગ અલગ પ્રકારના ખર્ચ ઓબ્ઝર્વર અંતર્ગત કામ કરતા વી.એચ.સી., વી.વી.સી., વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની માહિતી આપવામાં આવી હતી. સીવીઝિલ એપ્લિકેશન પર આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદ કરવામાં આવશે તો આગામી 100 મિનિટમાં આ ફરિયાદ પરત્વે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તેનો નિકાલ લાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

બેઠકમાં ઓબ્ઝર્વરે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ તે જરૂરી છે. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલો ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...