માર્ગદર્શન:જામનગરમાં મહાપાલિકાની લોન માર્ગદર્શન મિટીંગમાં ગણ્યાગાંઠયા લાભાર્થી હાજર રહ્યા

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુરશીઓ ખાલી રહેતા 65 માંથી 40 લોકો આવ્યાનો મહાપાલિકાનો દાવો પોકળ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાની લોન માર્ગદર્શન મીટીંગમાં ગણ્યાગાંઠયા લાભાર્થી હાજર રહ્યા હતાં. નવાઇની વાત તો એ છે કે, ખુરશીઓ ખાલી રહેવા છતાં મનપાએ 65 માંથી 40 લોકો આવ્યાનો દાવો કર્યો છે. મીટીંગમાં આવાસ માટેની લોનની ભરપાઇ અને દસ્તાવેજ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં બેડી રેલવે ઓવરબ્રીજ પાસેની આવાસ યોજનાના લાભાર્થીઓને હોમ લોન અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ફાયનાન્સ કંપનીઓને સાથે રાખી સ્લમ શાખાના નાયબ ઇજનેર દ્વારા બેડી શેલ્ટર હોમમાં મીટીંગનું આયોજન શુક્રવારના કરાયું હતું. આ માટે 65 લાભાર્થીઓને ટેલીફોનીક અને એસએમએસથી જાણ કરવામાં આવી હતી.

10 જેટલી બેંક, ફાયનાન્સ કંપનીના પ્રતિનિધિઓને પણ જાણ કરાઇ હતી. મીટીંગમાં 65 માંથી 40 લાભાર્થી આવ્યાનો દાવો મનપાએ કર્યો છે. પરંતુ જૂજ લાભાર્થી આવતા ખુરશીઓ ખાલી રહી હતી. મીટીંગમાં આવાસ યોજનાનું કામ ત્રણ મહિનામાં પૂર્ણ થવાનું હોય સમયસર ઘરનું ઘર મળી રહે તે માટે કઇ રીતે બાકી રકમની ભરપાઇ કરવી અને દસ્તાવેજો કરવા તે બાબતનું માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...