બેઠક:હવે, સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ પર GHSI નજર રાખશે

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્ર-ધર્મ વિરોધીઓને જવાબ આપવા હિન્દુ સેના સજ્જ બની
  • સોશિયલ મીડિયાને લઈ કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે માગદર્શન

જામનગરમાં તાજેતરમાં હિન્દુ સેનાની અગત્યની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાં આવતી શિવરાત્રીને લઇ રથયાત્રામાં જોડાવા તેમજ સાથોસાથ રથને શણગાર અને છરી - ચાકા, અન્ય સ્વબચાવલક્ષી હથિયાર ન લાવવા, ફક્ત તલવારો સાથે જ આવવા તેમજ શિવરાત્રીની તૈયારીમાં લાગી જવાનું હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પીલ્લાઈએ જણાવ્યું હતું.

હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ધંધુકા મુકામે કિશન ભરવાડની હત્યા થઈ ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ઘણી અલગ અલગ પોસ્ટનો મારો ચાલી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા ગુજરાતના લગભગ બધા જિલ્લાઓમાં સાઇબર ક્રાઈમ સેલને સક્રિય કરાવ્યું છે. કઈ પોસ્ટ મૂકવી અને કઈ પોસ્ટ ના મૂકવી તેની વિસ્તૃત માહિતી આપી હતી અને સોશિયલ મીડિયાને લઈ કોઈ વિવાદ ઉભો ન થાય તેને લઇ કાનૂની માર્ગદર્શન પણ આપ્યું હતું. યુવાઓમાં ધર્મ તરફની જાગૃતતા લાવવા જણાવી તમામ સૈનિકોએ સ્વ. કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મૌન પાળ્યું હતું.

આમ તમામ વિષયોને ગંભીરતાથી લઇ ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા હિન્દુ યુવાઓએ રાષ્ટ્રધર્મના કામ માટે આગળ આવવું તેમજ હિન્દુ સેનાનું GHSI (ગુજરાત હિન્દુ સેના ઇન્ટેલિજન્સ)ને વધુ સક્રિય બનાવવા માટે અને સાંસદ અસરુદ્દીન ઓવૈસી જેવા સનાતન ધર્મ વિરોધી ગતિવિધિ કરનારાઓ ઉપર નજર રાખી વળતો જવાબ પણ આપવાની તૈયારી કરવા અને આવા રાષ્ટ્રધર્મ વિરોધી લોકોને જવાબ આપવા માટે હિન્દુ સેનાએ તમામ વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી.

આ બેઠકમાં શિક્ષણ વિભાગના જીમ્મી ભરાડ, હિન્દુ સેના જિલ્લા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, મયુર ચંદન, દેવ આંબલીયા, દર્શન ત્રિવેદી, સાહિલ સોલંકી, રોહિત ગોહિલ, ભાવિક, ભરત સહિત અનેક સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...