તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાની જરૂરી:હવે માસ્ક ન ભૂલતા, સોશિયલ ડિસ્ટન્સ રાખજો કારણ કે, શહેરમાં ફોજદારી કાર્યવાહી શરૂ, 41 સામે ગુના

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેર-જિલ્લામાં જાહેરનામાની કડક અમલવારી, હજુ લોકોમાં બેદરકારી

જામનગર શહેર-જીલ્લામાં કોરોના સંક્રમણ વધતા પોલીસે પણ અવિરત પેટ્રોલિંગ હાથ ધરી માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સના ભંગ, નિયતથી વધુ મુસાફરો બેસાડવા વગેરે જાહેરનામાના ભંગ મુદદે વધુ 41 સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેર સહિત જીલ્લાભરમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસ ચેકીંગ સધન બનાવવામાં આવ્યુ છે.

જામનગર શહેર સહિત જીલ્લાભરમાં કોરોના સંદર્ભે જાહેરનામુ અમલી બનાવવામાં આવ્યુ છે જેમાં માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સના ભંગ ઉપરાંત વાહનોમાં નિયતથી વધુ મુસાફરોને બેસાડવા વગેરે ભંગ મામલે સંબંધિતો સામે પોલીસ દ્રારા ફરીયાદો સહિત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારો ઉપરાંત ધ્રોલ,જોડીયા, કાલાવડ,જામજોધપુર,સિકકા,લાલપુર,મેઘપર સહિતના જુદા જુદા પંથકમાં જાહેરનામાનો ભંગ કરવા મુદદે 41 લોકો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોરોના સંદર્ભ જરૂરી તકેદારી દાખવવામાં અમુક લોકો હજુ પણ બેદરકારી દાખવી રહયા હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો