નોટિસ:રિ-નોવેશનના નામે કોમર્શિયલ બાંધકામ પ્રકરણમાં 4ને નોટિસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
‘દિવ્ય ભાસ્કર’ના આ અહેવાલ પછી તંત્ર દોડતું થયું - Divya Bhaskar
‘દિવ્ય ભાસ્કર’ના આ અહેવાલ પછી તંત્ર દોડતું થયું
  • નિયમ વિરૂધ્ધ બાંધકામ કરનારાઓ પોતાના આકાઓ પાસે દોડી ગયા

જામનગરમાં રીનોવેશનના નામે કોર્મશીયલ કોમ્પલેકસ ખડકી દેવાના ચકચારી પ્રકરણમાં અંતે મહાપાલિકા જાગી છે અને તમામ જૂના જામનગરમાં આવેલા ચારેય બિલ્ડીંગોને નોટીસો ફટકારવામાં આવી છે. જેના કારણે નિયમ વિરૂધ્ધ બાંધકામ કરનારાઓ પોતાના આકાઓ પાસે દોડી ગયા છે. જૂના જામનગર તરીકે ઓળખાતા આણદાબાવા ચકલાથી રતનબાઇ મસ્જિદ સુધી સાંકડી ગલીઓમાં જૂનવાણી મકાનો રીનોવેશનના નામે મંજૂર કરાવી તેની જગ્યાએ ત્રણ-ત્રણ માળના કોર્મશિયલ કોમ્પલેકસ ખડકી દેવામાં આવ્યા છે.

નિયમ વિરૂધ્ધ થતા આ બાંધકામમાં મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરોની ભૂંડી ભૂમિકાઓ સામે આવી હતી. દરમ્યાન આ ગેરકાયદે અને માર્જિન વગરના બાંધકામ અંગેના અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં જ તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલીક ચારેય આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

જે લોકોને નોટીસ ફટકારાઈ છે તેમાં મનીષાબેન દિપેશભાઇ મહેતા(આર.કે. ટ્રેડર્સની બાજુમાં, કલ્યાણજીચોક), મહેન્દ્ર જંયતિલાલ કાલાવડિયા(આણદાબાવા ચકલો), જયદીપ રમેશભાઇ રાઠોડ વિગેરે નવકાર ફરસાણ અને આણદાબાવા ટ્રસ્ટને નોટીસ ફટકારાઈ છે અને ખુલાસો મંગાયો છે. મનપાની આ કામગીરીથી ગેરકાયેદે બાંધકામ કરનારાઓ પોતાના આકા પાસે દોડી ગયા છે અને આગામી સમયમાં આ મામલે શું પગલાં ભરાશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...