નોટિસ:જામનગરમાં બાકી મિલકતવેરા સબબ 38 આસામીને નોટિસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર-2ના 17 અને 13 ના 21 મિકલતધારકનો સમાવેશ
  • ​​​​​​​શહેરમાં મિલકત વેરા પેટે રૂપિયા 8,78,323ની વસૂલાત બાકી છે

જામનગરમાં બાકી મિકલત વેરા સબબ 38 આસામીને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં વોર્ડ નં.2 ના 17 અને 13 ના 21 મિકલતધારકનો સમાવેશ થાય છે. મિલકત વેરા પેટે રૂ.8,78,323 ની વસૂલાત બાકી છે. મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા ઘ્વારા તા.1-9-2022 ના રોજ બાકી રકમ માટે અનુસૂચિ તથા વોરંટની બજવણી શરૂ કરવામાં આવી છે.

આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા વોર્ડ નં.2 ના 17 મિલકતઘારકોની કુલ બાકી રકમ રૂ.2,64,407 ની વસુલાત માટે તમામ આસામીને નોટીસ ફટકારાઇ છે. આ જ રીતે વોર્ડ નં.13 ના 21 મિલકતઘારકોની કુલ બાકી રકમ રૂ.6,13,916 ની વસુલાત માટે વોરંટની બજવણી કરાઇ છે. રૂ. 878323ની વસુલાત માટે વોરંટ અને અનુસૂચિની બજાવવાની કાર્યવાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...