તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસની નૌટંકી:જામનગરમાં 119 જર્જરિત ઇમારતોને નોટિસ, તેમાંથી 11 તો ગયા વર્ષે જ તોડવાની યાદીમાં હતી

જામનગર3 મહિનો પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
  • ચોમાસા પૂર્વે 213ને નોટિસ આપ્યા બાદ 76 આસામીઓએ જર્જરિત ઇમારતો રીપેર કરી
  • માલીક અને ભાડૂઆતના વિવાદ, ખાલી કબજેના ઓઠા આપી જવાબદારીમાંથી મનપાનો છટકવાનો પ્રયાસ

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વ મહાનગર પાલિકાએ 213 જર્જરિત ઇમારતોને નોટીસ ફટકારી હતી. જેમાંથી 18 ઇમારતો મનપાએ દૂર કરી છે તો 76 ઇમારતોમાં આસામીઓએ ભયજનક ભાગ સ્વેચ્છાએ દૂર કર્યો છે. બાકી રહેતી જે 119 જર્જરિત ઇમારતોને નોટીસ અપાઇ છે તેમાંથી 11 ઇમારતોને ગત વર્ષે પણ નોટીસ અપાઇ હતી.

પરંતુ તે તોડી પાડવામાં ન આવતા મનપાની કામગીરી સામે સવાલ ઉઠયા છે. માલીક અને ભાડૂઆતના વિવાદ, ખાલી કબજના ઓઠા આપી મહાનગરપાલિકાના અધિકારીઓ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ચોમાસાની સીઝનમાં જર્જરિત ઇમારતોના કારણે શહેરીજનો પર જોખમ ઝંળુબી રહ્યું છે. બીજી બાજુ જર્જરિત ઇમારતો તૂટવાના કારણે કોઇ દુઘર્ટના થશે તો જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠયો છે.

આ રહી એ 11 જર્જરીત ઇમારતોની નામાવલિ, જેને ગયા વર્ષે પણ તોડવાની નોટિસ અપાઇ હતી

ઇમારતનું નામ અને વિસ્તારમાલિકનું નામ
ડોન ઇન્ડ. પહેલા. બેડેશ્વરનામ જાણવા મળ્યું નથી
અજય રંગ રસાયણ ઉધોગ, બેડીજાણવા મળેલ નથી
એસએસબી, બેડેશ્વરદિવેશકુમાર, આસી.કમાન્ડર
નવીવાસ, ભરવાડ પાડોસીદીબાઇ કરમશી
વોરા બિલ્ડીંગ, ભકિતનગરયુસુફભાઇ ગાંધી
ભોઇવાડો, ધર્મશાળ ફળીલક્ષ્મીબેન પરષોતમભાઇ
કોટવાળ ફળી, દરબારગઢ પાસેનરૂભા સબળસિંગ જાડેજા, રામસંગ સબળસિંગ જાડેજા
અરિહત એપાર્ટમેન્ટ, દરબારગઢ પાસેતમામ રહેવાસીઓ
સ્ટીમરવાળી ડેલી, યુનો મેડિકલઓસમાણ એમ.ભગન, બાબુ અબ્દુલ સતાર
સ્ટીમરવાળી ડેલી, યુનો મેડિકલસલીમ વોડવાળા, હનીફા મામદ, કાસમ ઇશા કાલુ,
હારૂન નુરમામદ, ફિરોઝભાઇ સિંધી, નુરમામદ સંધી
નાઇસ ક્રિએશન, જુમા મસ્જીદ પાસેટપુભાઇ જેરામભાઇ, ગોવિંદભાઇ જેઠવા

ગત વર્ષ કરતા 102 જર્જરિત ઇમારત વધી ગઇ
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ-2020 માં ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 117 જર્જરિત ઇમારતોને નોટીસ ફટકારવામાં આવી હતી. જયારે ચાલુ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી 213 જર્જરિત ઇમારતોને નોટીસ ફટકારવામાં આવી હતી. આથી આ વર્ષે 102 જર્જરિત ઇમારત વધી છે.

નોટિસનો અર્થ શું ? કોર્પોરેશન દરવર્ષે નોટિસો આપે છે, તેમાં મોટાભાગની ઇમારતો એકની એક જ હોય છે
ગયાવર્ષે પણ દિવ્ય ભાસ્કરે કોર્પોરેશનની આ નીતિ-રીતિ શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખીને કહ્યંુ હતંુ કે, દરવર્ષે જર્જરીત ઇમારતોને તોડવા માટે 365 દિવસનો ટાઇમ અપાય છે, આ વર્ષે પણ ફરીથી એ જ બાબતનું પુનરાવર્તન થયું છે. જામનગર કોર્પોરેશનના ચોપડે જર્જરીત ઇમારતોની યાદી છે, જેમાંથી મોટાભાગની ઇમારતો દરવર્ષે એકની એક જ હોય છે અને આમ આ આખું ચક્ર દરવર્ષે ચાલતું રહે છે, કોર્પોરેશનના ચોપડે દરવર્ષે કામગીરી થયાની નોંધ પણ થતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...