• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Notice Of Jamnagar District Magistrate Penalties Will Be Levied On Motorists Passing Through Nearby Farms Escaping From The Bed And Soil Tolnaka.

જિલ્‍લા મેજીસ્‍ટેટનું જાહેરનામું:બેડ અને સોયલ ટોલનાકા પરથી બચીને નજીકથી ખેતરોમાં પસાર થતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાશે

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોએ ટોલનાકા પર નિશ્ચિત જગ્યા પર વાહન રોકી ટોલ ભરી જરુરી પહોંચ મેળવવા જણાવાયું

જામનગર અધિક જિલ્‍લા મેજીસ્‍ટેટ મિતેશ પંડ્યાએ બેડ અને સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વાહનચાલકોને ટોલનાકા પર નિશ્ચિત જગ્યા પર વાહન રોકી ટોલ ભરી જરુરી પહોંચ મેળવવા જણાવાયું છે. જો આમ નહીં કરે તો વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામામાં જણાવાયું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલ ટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલ ટોલ ટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.

આ ઉપરાંત, ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે.

રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહિ. જે હુકમ આગામી તા. 15 જુલાઈ સુધી અમલમાં રહેશે તેવું અધિક જિલ્‍લા મેજીસ્‍ટેટ મિતેશ પંડ્યાની એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...