જામનગર મનપાની ફૂડ શાખાએ બેડીબંદર રોડ ઉપર જય ભવાની ડેરી, પંચેશ્વર ટાવર પાસે ડેરી, ખોડીયાર કોલોનીમાં શાહ ડેરી, સત્યમ રોડ ઉપર રાધે ડેરી, કલ્યાણ ડેરીમાં દૂધના નમુના લીધા હતા. કિસાન ચોકમાં દેવદાસ ટહેલરામ દુકાનમાંથી વનસ્પતિ ઘી 15 કિલો અને એસ.કે. ફેમિલી રેસ્ટોરન્ટમાંથી ચિકનના નમુના લેવાયા હતાં. રિલાયન્સ મોલમાં પણ ચેકિંગ હાથ ધરી પેકિંગ ઉપર મેન્યુફેક્ચરિંગ તારીખ લખવા સૂચના અપાઇ હતી.
જી.જી. હોસ્પિટલ સામે અંબર સિનેમા રોડ ઉપર ત્રણ બત્તી, નાગનાથ નાકા વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટમાં પણ મનપાની એફએસઓની ટીમે ચેકિંગ હાથ ધરેલ હતું અને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવી રાખવા સૂચના આપેલ હતી રાતથી સ્ટોર જીજી હોસ્પિટલ ભુતનાથ વડાપાઉં, મુકેશ સ્ટોલ, સુરેશ પરોઠા હાઉસ, વિલિયમ્સ જોન અંબર સિનેમા રોડ, ડી પીઝા, બ્રાહ્મણીયા રેસ્ટોરન્ટ, શ્રી લક્ષ્મી હોટલ એન્ડ નાસ્તા ભવન, રાજપુતાના લોજ, કાફે પેરેડાઇઝ, જેંતીલાલ માવાવાળા, ઉમિયા ભજીયા, પટેલ રેસ્ટોરન્ટ, એસ.કે. રેસ્ટોરન્ટ અને સુરેશ ફરસાણ, સાઈ ફાસ્ટ ફૂડ ચેકિંગ હાથ ધરાયું હતું.
અંબર સિનેમા રોડ ઉપર વિલિયમ ઝોનના પીત્ઝામાંથી 3 કિલો નુડલ્સ 3 કિલો પાસ્તા 2 કિલો બોઇલર બટેટાનો ઉથળ પર નાશ કરેલ હતો અને નોટિસ ફટારવામાં આવી હતી. ધ ડી પિઝામાંથી 3 કિલો નુડલ્સ બે કિલો બોઈલ બટેકા 7 કિલો મંચુરિયન એક કિલો ભાત વાસી પદાર્થનો સ્થળ ઉપર નાશ કરેલ અને કલરનો ઉપયોગ ન કરવા અને વાસી ખોરાક ન રાખવા તાકીદ કરી નોટિસ ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.