જામનગરમાં વેક્સિન ખલ્લાસ!:તંત્રના અણઘડ વહીવટને કારણે શુક્રવારે એકપણ બાળકને રસી ન મળી

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરના 32 સ્થળો પર 3,431 બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક હતો
  • જિલ્લામાં રસીનો જથ્થો હોવાથી બાળકોને રસીકરણ કામગીરી યથાવત રહી

જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીનો જથ્થો ખલાસ થતાં શુક્રવારે 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ બંધ રહ્યું હતું. શહેરમાં 32 સ્થળો પર 3431 બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક હતો. જિલ્લામાં કોરોના રસીનો જથ્થો હોવાથી બાળકોને રસીકરણ કામગીરી યથાવત રહી હતી.જામનગર સહિત રાજયભરમાં 15 થી 18 વર્ષના બાળકોને શાળા-કોલેજો અને આરોગ્ય કેન્દ્રમાં કોરોના પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં ચાર દિવસ દરમિયાન 20000 જેટલા બાળકોને રસી આપવામાં આવી છે.

જયારે જિલ્લામાં પણ 21000 થી વધુ બાળકોને રસી આપવામાં આવી છે. પરંતુ શુક્રવારે જામનગર શહેરમાં કોરોના પ્રતિરોધક રસીનો જથ્થો ખલાસ થઇ ગયો હતો. આથી શહેરમાં શાળ-કોલેજ અને આરોગ્ય કેન્દ્ર મળી કુલ 32 સ્થળો પર 3431 બાળકોને રસીકરણ થઇ શકયું ન હતું. જેના કારણે બાળકો અને વાલીઓમાં દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે. જો કે, જિલ્લામાં કોરોના રસીનો જથ્થો હોવાથી રસીકરણની કામગીરી યથાવત રહી હતી.

જિલ્લાની 551 શાળામાં કુલ 1,29,270 છાત્રો : 5 દિવસમાં કયારે કેટલી હાજરી હતી

તારીખ હાજર છાત્રોની સંખ્યા
1 96216
3 97740
4 96874
5 96576
6 96968

રસીનો જથ્થો મંગાવ્યો છે, આવી જતાં બાળકોને પુન: અપાશે
જામનગરમાં શુક્રવારે 15 થી 18 વર્ષના બાળકોની રસીનો જથ્થો ખલાસ થઇ જતાં બાળકોને રસીકરણ બંધ રહ્યું હતું. જો કે, રસીનો જથ્થો મંગાવામાં આવ્યો છે. આથી રસી આવતા બાળકોને પુન: રસી આપવામાં આવશે. - વિજયકુમાર ખરાડી, કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા.

શહેરમાં છાત્રોનું રસીકરણ વધ્યું હતું તો જામનગર જિલ્લામાં ઘટી ગયું’તું
જામનગર શહેરમાં શુક્રવારે રસી ન હોવાના કારણે એકપણ બાળકને વેક્સિનેશન થયું ન હતું તો બુધવારે રાત્રીથી કમોસમી વરસાદ શરૂ થયો હતો જે ગુરૂવાર બપોર સુધી ચાલુ રહ્યો હતો. આ સ્થિતિમાં શહેરમાં 4300ના લક્ષ્યાંક સામે 4700 બાળકોને અને જિલ્લામાં 10500ના લક્ષ્યાંક સામે 5000 થી વધુ બાળકોને રસી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...