રોગથી રાહત:જામનગરમાં આજે મ્યુકોર માઈકોસિસનો એક પણ કેસ નહી, 13 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર માઈસિસના 92 દર્દીઓ દાખલ

જામનગરમાં મહામારી કોરોના અંત તરફ વળી છે. ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે જનજીવન ફરી ધબકતું થયું છે. કોરોના બાદ નવી મહામારી મ્યુકોર માઈકોસિસ વધુ પ્રબળ બનશે એવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. ત્યાં આ બીમારીના દર્દીઓમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર માઈસિસના 92 દર્દીઓ દાખલ છે. જેમાં 13 દર્દીઓને રજા આપી દેવામાં આવતા આ મહામારીના દર્દીઓનો ગ્રાફ પણ બે આંકડાઓમાં આવી ગયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 3 દર્દીઓનો ઉમેરો થયો
કોરોના બાદ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં બ્લેક ફંગસની મહામારીના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. સતત દર્દીઓના વધારાને લઈને કોરોનાના બીજા કાળના અસ્ત સમયે વધુ એક વખત આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો હતો. જો કે કોરોનાની સાથે મ્યુકોર માઈકોસિસની બીમારીનાતમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 3 દર્દીઓનો ઉમેરો થયો છે. છેલ્લી સ્થિતિની વાત કરીએ તો રવીવાર સુધીમાં 92 દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર હેઠળ દાખલ છે.

અત્યાર સુધીમાં કુલ 95 દર્દીઓ સ્વસ્થ થયા
આ દર્દીઓ પૈકી 6 દર્દીઓ ઉપર મેજર સર્જરી કરવામાં આવી છે. આ મહામારીને લઈને પખવાડિયા બાદ સારા સમાચાર આવ્યા છે. આ બીમારીમાં સતત સપડાઈ રહેલા દર્દીઓ બાદ ગઈકાલે એકીસાથે 13 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવતા રાહત થઇ છે. અત્યાર સુધી 219 દર્દીઓ મ્યુકોર માઇકોસિસની બીમારી હેઠળ સારવાર લીધી છે. જેમાંના પાંચ દર્દીઓના સતાવાર મૃત્યુ નોંધાયા છે. જયારે સાત દર્દીઓએ એક-એક આંખ ગુમાવવી પડી છે. ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 95 દર્દીઓ સ્વસ્થ થઇ બહાર આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...