તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:જામનગર જિલ્લામાં એક પણ કેસ નહીં : મહામારીની રફ્તાર મંદ પડી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં 24 કલાકમાં 3 દર્દીના મોત, 3 નવા કેસ નોંધાયા
  • સંક્રમણ તળિયે પહોંચ્યું પણ મૃત્યુદર યથાવત્, વધુ 23 દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા

જામનગરમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડતી હોય કોરોનામાં પણ બ્રેક લાગી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, સોમવારે જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં 24 કલાકમાં ત્રણ દર્દીના મોત નિપજયા છે તો 3 નવા કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં સંક્રમણ તળિયે પહોંચ્યું છે પણ મૃત્યુદર યથાવત રહ્યો છે. શહેર-જિલ્લામાં વધુ 23 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં સપ્તાહથી કોરોનાના સંક્રમણમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. જો કે, મૃત્યુદરમાં સતત વધારો-ઘટાડો નોંધાઇ રહ્યો છે. રવિવારે જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફકત 1 દર્દીનું મોત નિપજયું હતું. જયારે સોમવારે ત્રણ દર્દીના મોત નિપજયા હતાં. પરંતુ સંક્રમણ તળિયે પહોંચતા પોઝિટિવ કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. કારણ કે, સોમવારે જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જયારે શહેરમાં ફકત 3 કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 15 અને જિલ્લામાં 8 મળી કુલ 23 દર્દીએ કોરોનાને મહાત કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હેર-જિલ્લામાં રસી આવે તે પહેલા કોરોના સંક્રમણમાં તેજ ગતિએ ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો