ચૂંટણી નોટિસ:77 જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકના નામાંકન પત્રો ભરી શકાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.14 સુધીમાં સવારે 11 થી 3 સુધીનાે સમય પત્રો મોકલવાનો રહેશે

ચૂંટણી અધિકારી 77 જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર જામનગર (ગ્રામ્ય) સમક્ષ મોડામાં મોડું તા.14 નવેમ્બર 2022 સુધી (જાહેર રજા સિવાય) સવારના 11 થી બપોરના 3 સુધીમાં નામાંકન પત્રો મોકલવાના રહેશે.

નામાંકન માટેના ફોર્મ ઉપરોક્ત સ્થળે અને સમયે મળી રહેશે.જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.ઉમેદવારી પત્રોની ચકાસણી તા.15ના સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી(ગ્રામ્ય) ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.17ના બપોરના 3 વાગ્યા પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.મતદાન કરવાનું થશે તો તા.1 ડિસેમ્બર 2022ના સવારે 8 થી સાંજના 5 વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...