તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા નીર:જામનગરમાં પીવાના પાણીની કોઇ જ સમસ્યા નહીં, જિલ્લાના 12 ડેમોમાં નવા નીર આવ્યા

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરને હમેંશા પાણી પૂરૂ પાડતાં સસોઈ ડેમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું જામનગરની જીવાદોરી સમાન
  • રણજીતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક

જામનગર જિલ્લામાં પાણીની કોઇ સમસ્યા નથી. જામનગર શહેરને હમેંશા પાણી પૂરૂ પાડતાં સસોઈ ડેમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું હતું અને જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થઈ હતી. તેમજ વર્તુળ 2 માં પણ પાણીની આવક થઇ હતી અને શહેરની શાન ગણાતું રણમલ તળાવમાં પણ નવા નીરની આવક થઇ છે જેથી શહેરના ડંકી ના તોળ ઊંચા આવે છે.

જામનગર જિલ્લામાં 25 ડેમોમાંથી 14 ડેમમાં પાણીનો જથ્થો માત્ર 14 ટકા છે ત્યારે જિલ્લાના 417 ગામોમાંથી 217 ગામો નર્મદાનીર આધારિત છે. જ્યારે વરસાદ શહેર અને જિલ્લામાં પડવાથી પાણીનો સમસ્યાનો ઉકેલ થયો છે.

જામનગર જિલ્લામાં ગત વર્ષે સરેરાશ ૫૧થી જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થયા હતા જ્યારે પાણીની જરૂરિયાત તેમજ સિંચાઇ માટે પાણી છોડવા તેમજ બાષ્પીભવન અને જમીનમાં પાણી ઉતરવાથી જળ સપાટી નીચી થઈ હતી.

જામનગર તાલુકાના 49 , લાલપુરના 38 , ધ્રોલના 20 , જોડીયા 25, કાલાવડના 54, જામજોધપુરના 31 મળીને કુલ 217 ગામોમાં નર્મદાના નીર પણ આધારિત છે.જ્યારે જિલ્લાના 169 ગામો સ્વતંત્ર પાણીની વ્યવસ્થા ધરાવે છે. જ્યારે જૂથ યોજના આધારિત ગામોની વાત કરીએ તો જામનગરના 12 ધ્રોલના 10, કાલાવડના 8 મળીને કુલ ૩૦ ગામોને જુથ યોજનાનું પાણી મળે છે.

જામનગર તાલુકાના જિલ્લા સહિત સાત ગામો અને જામજોધપુરના એક વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છેય જામનગર શહેર ને પીવાનું પાણી કોઈ સમસ્યા હાલ પૂરતી નથી જ્યારે પીવાના પાણીનો જથ્થો ઓગસ્ટના અંત સુધી વ્યવસ્થા કરવામાં આવી છે

જામનગર શહેરને પીવાનું પાણી પુરું પાડતા સસોઈ અને રણજીતસાગર ડેમમાં પાણીનો જથ્થો હાલ પડ્યો છે. ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક થઈ હતી .જેમાં રાજાશાહી વખતના રણજીતસાગર ડેમ માં અડધો ફૂટ અને સોસાયટી ડેમમાં ત્રણ ફૂટ જેટલી પાણીની આવક થઇ છે. અને શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવમાં પણ ધીરે ધીરે નવા નીરની આવક ચાલુ થઇ છે.

જ્યારે સસોઈ ડેમમાં નવું 3 ફૂટ પાણી આવ્યું છે અને વધુ દોઢ મહિના સુધીનો પાણીનો જથ્થો આવ્યો છે. તેમજ રાજાશાહી વખતના રણજીતસાગર ડેમમાં પણ અડધો ફુટ પાણીની આવક થઇ છે જેમાં ડેમ 60 ટકાથી વધુ ભરાયેલો છે જેથી શહેરમાં પાણીની કોઇ પણ પ્રકારની આગામી મહિનાઓ સુધી સમસ્યા થશે નહીં. હજી તો ચોમાસાની શરૂઆત જ છે ત્યારે શહેર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે જેથી કરીને શહેર અને જિલ્લામાં પીવાના પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય એવી પરિસ્થિતિ નથી.

અન્ય સમાચારો પણ છે...