એકમાં જ રસ:મનપાના આવાસમાં કોઇને રસ નથી, 84 ફ્લેટ તૈયાર છે, અરજી ફક્ત 16 જ આવી

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ આવાસ યોજનામાંથી ફકત હાપા વિસ્તારમાં 20 ફલેટમાં 25 લોકોએ રસ દાખવ્યો
  • ​​​​​​​બબ્બે પ્રયત્નો પછી પણ અપૂરતી અરજી આવી : ધૂળ ખાતા આવાસો મહાનગરપાલિકાને માથે પડ્યા

જામનગર મહાનગરપાલિકાએ જુદા-જુદા સ્થળે બનાવેલી આવાસ યોજનામાં શહેરીજનોને રસી ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, બીજી વખત અરજી મંગાવવા છતાં 84 ફલેટ માટે ફકત 16 અરજી આવી છે. ત્રણ આવાસ યોજનામાંથી ફકત હાપા વિસ્તારમાં 20 ફલેટમાં 25 લોકોએ રસ દાખવ્યો છે. બબ્બે પ્રયત્નો પછી પણ અપૂરતી અરજી આવતા આવાસ ધૂળ ખાઇ રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાપા વિસ્તારમાં હાપા વિસ્તાર, મયુર નગર અને એમ.પી.શાહ ઉધોગનગરમાં આવાસ બનાવામાં આવ્યા છે. આ ત્રણેય આવાસ યોજનામાં હજુ કુલ 104 ફલેટ ખાલી પડયા છે. આવાસ તૈયાર હોવા છતાં ખાલી પડયા હોય મહાનગરપાલિકા દ્વારા ખાલી ફલેટ માટે અરજી મંગાવામાં આવી હતી. જેમાં ઉધોગનગરના 60, મયુરનગરના 24 અને હાપા વિસ્તારના 20 આવાસનો સમાવેશ થાય છે.

પરંતુ 104 તૈયાર આવાસ સામે ફકત 36 ફલેટ માટે 41 અરજી આવતા મનપાની આવાસ યોજનામાં લોકોને રસ ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. આ અરજીનો ગુરૂવારે મનપાની સ્ટેન્ડીંગ કમીટી હોલમાં બપોરે 12.30 કલાકે ડ્રો રાખવામાં આવ્યો છે. વધુમાં બીજો પ્રયત્ન હોવા છતાં અપૂરતી અરજી આવતા છેલ્લાં ઘણાં સમયથી તૈયાર આવાસ ધૂળ ખાઇ રહ્યા છે.

અગાઉ પણ પ્રયાસ છતાં આવાસ ખાલી રહ્યા હતા
મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જુદા-જુદા સ્થળે આવાસ બનાવામાં આવ્યા છે. જે પૈકી એમ.પી.શાહ ઉધોગનગર અને મયુરનગર મેઇન રોડ પર ખાલી પડેલા તૈયાર આવાસ વેંચવા માટે ચાલુ વર્ષે માર્ચ-એપ્રિલ મહિના પણ પ્રયાસ કરાયો હતો. આમ છતાં આવાસ ખાલી રહ્યા હતાં.

શહેરની 3 આવાસ યોજનાની હાલની સ્થિતિ
આવાસ યોજનાખાલી ફલેટઆવેલી અરજીખાલી ફલેટ
એમ.પી.શાહ ઉધોગનગર60753
મયુરનગર મેઇન રોડ24915
હાપા વિસ્તાર20250

આવાસ યોજનામાં ઓછી અરજી પાછળ લોકોની માંગ, ભાવ અને સ્થળ કારણભૂત
વોર્ડ નં. 2 માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ખાલી પડેલા 60 ફલેટ સામે 7 અને વોર્ડ નં.6 માં મયુરનગરમાં ખાલી 24 આવાસ માટે 9 અરજી આવી છે. ઓછી અરજી આવવા પાછળ લોકોની માંગ, આવાસના ભાવ અને આવાસનું સ્થળ કારણભૂત છે.> અશોક જોશી, કાર્યપાલક ઇજનેર, સ્લમ શાખા, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...