ભાસ્કર એક્સક્લુઝિવ:જામનગરમાં 21 વર્ષથી એકપણ નવો ડેમ બન્યો નથી: કારણ કે, ડેમ બનાવવા જગ્યા જ નથી..!

જામનગર11 દિવસ પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
  • રણજીતસાગર સહિત મોટા 25 જળાશયો છતાં શહેરમાં પાણી વિતરણ માટે નર્મદાનું પાણી લેવું પડે છે
  • મહાનગરપાલિકાની હદમાં વધારો છતાં હજુ પાઇપલાઇનના પૂરતા નેટવર્કના અભાવે શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ટેન્કરો દોડી રહ્યા છે

જામનગર જિલ્લામાં બે દાયકાથી વધુ સમયથી એટલે કે 21 વર્ષથી એકપણ નવો ડેમ બન્યો નથી. કારણ કે, જિલ્લામાં ડેમ બનાવવા કોઇ જગ્યા નથી. જિલ્લામાં રાજાશાહી સમયનો રણજીતસાગર સહિત મોટા 25 જળાશયો છતાં શહેરમાં પાણી વિતરણ માટે નર્મદાનું પાણી લેવું પડે છે. મહાનગરપાલિકાની હદમાં વધારો છતાં હજુ પાઇપલાઇનના પૂરતા નેટવર્કના અભાવે શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ટેન્કરો દોડી રહ્યા છે.

જામનગર સહિત રાજયભરમાં ભાજપ સરકાર દ્રારા વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાં મસમોટા રોડ, બ્રીજ સહિતા સિમેન્ટ ક્રોકીંટના જંગલનો સમાવેશ થાય છે. પરંતુ જામનગરમાં લોકોની જરૂરિયાત એવા પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવી સંતોષ માની લેવામાં આવ્યો છે. કારણ કે, જામનગર જિલ્લામાં છેલ્લે વર્ષ-2001 માં રૂપાવટી ડેમ બન્યો હતો. ત્યારબાદ જિલ્લામાં એકપણ નવો મોટો ડેમ બન્યો નથી. નવાઇની વાત તો એ છે કે, જિલ્લાની ભૌગોલિક સંરચના પ્રમાણે હવે નવો મોટો ડેમ બનાવવા માટે કોઇ જગ્યા જ નથી. ચેકડેમ બનાવામાં આવતા આ પ્રશ્ન વધુ જટીલ બન્યો છે.

જિલ્લામાં છેલ્લે ઉંડ-2 અને આજી-4 ડેમ બન્યા હતાં. જિલ્લામાં રણજીત સાગર સહિત 25 મોટા જળાશયો હોવા છતાં અને મોટાભાગના છલકાઇ ગયા બાદ પણ શહેરમાં પાણી વિતરણ માટે નર્મદાનું પાણી લેવું પડે છે. બીજી બાજે મહાનગરપાલિકાની હદમાં વધારો થવા છતાં પૂરતા પાઇપલાઇન નેટવર્કના અભાવે છેવાડાના વિસ્તારોમાં ટેન્કરો દોડી રહ્યા છે. જે વિકાસના દાવાની પોલ ખોલી રહ્યા છે.

જિલ્લામાં નવા મોટા ડેમ બનાવવા માટે પૂરતી જગ્યા નથી
જામનગર જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્વારા ડેમ બનાવામાં આવે છે. વર્ષ-2001 માં રૂપાવટી ડેમ બનાવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ નવો કોઇ ડેમ બન્યો નથી. કારણ કે, જિલ્લામાં મોટા ડેમ બનાવવા માટે પૂરતી જગ્યા નથી. વળી, દરિયામાં બંધારા બની ગયા છે. વળી, જિલ્લામાં નાના ચેકડેમ પણ બન્યા છે. > કે.એસ. મહેતા, કાર્યપાલક ઇજનેર, જામનગર સિંચાઇ વિભાગ.

ફેકટફાઇલ|સિંચાઇ વિભાગે બનાવેલા ડેમની તવારીખ

જળાશયપૂર્ણ થયાનું વર્ષ
સસોઇ1952
પન્ના1954
રંગમતી1984
રૂપાવટી2001
ફુલઝર-21977
કંકાવટી1991
સપડા1967
વીજરખી1902
વોડીસાંગ1998
ફુલઝર-11961
ઉંડ-31999
ઉંડ-11988
ડાઇમીણસાર1992
અન્ય સમાચારો પણ છે...