ઓમિક્રોનના દર્દીએ ‘ભાસ્કર’ ને જણાવ્યા પોતાના અનુભવ:‘ઓક્સિજન ચડાવવાની જરૂર જ ન પડી, શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહિં’, ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધના સાળાએ કહ્યું, એક ખાંસી પણ નથી આવતી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સંક્રમિતોના વિસ્તાર, પહેલા - Divya Bhaskar
જામનગરમાં સંક્રમિતોના વિસ્તાર, પહેલા
  • વૃદ્ધના પત્ની અને સાળા પણ સંક્રમણમુક્ત થતા ત્રણેયને હોસ્પિટલમાંથી રજા અપાઈ
  • હજુ પણ 5 દિવસ સુધી ઘરમાં જ ક્વોરન્ટાઈન રહેવું પડશે: તબીબ

રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા પછી આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયો હતો અને સંબંધિત વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરીને યુદ્ધના ધોરણે સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વૃદ્ધ અને તેના પત્ની તેમજ સાળાના રિપોર્ટ પોઝિટિવ આવતા આ ત્રણેયને અહીની ડેન્ટલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, જ્યાંથી આ ત્રણેયને હવે ડિસ્ચાર્જ કરાયા છે. જોકે તેમને હજુ 10 દિવસ સુધી ઘરમાં જ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી છે.

જામનગરમાં સંક્રમિતોના વિસ્તારને પણ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયો
જામનગરમાં સંક્રમિતોના વિસ્તારને પણ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયો

ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધના સાળાએ ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ડેન્ટલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈનના આ સમયગાળામાં અમને ઓક્સિજનની જરૂર પડી નથી અને બનેવીને સામાન્ય ખાંસી સિવાય બાકી કોઈને કાંઈ જ લક્ષણો પહેલા પણ નહોતા અને અત્યારે પણ નથી.’ ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યમાં ઓમિક્રોનના પ્રથમ કેસ તરીકે તેમને તુરંત જ જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પત્ની અને સાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તે બન્નેને પણ ક્વોરન્ટાઈન કરાયા હતા અને આ ત્રણે ત્રણ કેસ પર તબીબોએ સતત નજર રાખી હતી. આજે આ ત્રણે ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આથી ત્રણેય દર્દીઓ હવે પોતાના ઘરે પહોંચી ગયા છે.

ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધના સાળાએ ‘ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ઉપરવાળાના આશીર્વાદથી અમને ઓક્સિજનની જરૂર જ પડી નથી. મને અને બહેનને તો કોઈ જાતના લક્ષણો પહેલા પણ નહોતા અને અત્યારે પણ નથી. શ્વાસ લેવામાં પણ કોઈ જાતની અમને તકલીફ પડતી નથી કે ખાંસી અથવા શરદી પણ નથી. બનેવીને સામાન્ય ખાંસી આવતી હતી. જોકે, એ તો દરેક વખતે તેઓ આવે છે ત્યારે આવતી જ હોય છે. બાકી ક્વોરન્ટાઈનના સમયગાળા દરમિયાન પણ અમને કોઈ જાતના લક્ષણો નહોતા.’

RTPCRનો રિ-ટેસ્ટ કરાયો: સેમ્પલ પૂના મોકલાયા હતા, રિપોર્ટ નેગેટિવ આવ્યો
જામનગર શહેરની ડેન્ટલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરાયેલા ઓમિક્રોનના ત્રણેય દર્દીનો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તાજેતરમાં ફરીથી તેના સેમ્પલ લઈને પુના લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા. આ રિ-ટેસ્ટનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાથી ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, આ ત્રણેય દર્દીઓને હજુ પણ 5 દિવસ સુધી હોમ આઈસોલેટેડ રહેવાની સુચના પણ આપવામાં આવી છે. - ડો. એસ.એસ. ચેટરજી, નોડલ ઓફિસર, કોવિડ હોસ્પિટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...