આદેશ:મતદાન મથકોના 100 મીટરમાં 4 કરતા વધારે લોકોએ ભેગા થવું નહી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુકમનો ભંગ કરનાર સામે ફાેજદારી કાર્યવાહી
  • 19 ડિસેમ્બરે સવારના 7 થી સાંજના 6 સુધી અમલી

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે તમામ ગ્રામ પંચાયત મતદાર વિભાગમાં સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા. 19 ડિસેમ્બરના સવારના 7 થી સાંજના 6 કલાક સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઇએ ભરવી, બોલાવવી કે સરઘસ કાઢવું અને એકઠા થવા પર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મિતેશ પી. પંડ્યા, જામનગર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે.

આ જાહેરનામુ સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, ફરજ ઉપરના ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યક્તિઓને, લગ્ન વરઘોડાને, સ્મશાનયાત્રાને, ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-2021 માટે મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ(ક્યુ)ને, જિલ્લા પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીઓને અને જીલ્લાના ચૂંટણી અધિકારી અગર મદદનિશ ચૂંટણી અધિકારી અગર સબંધિત તાલુકા મામલતદારએ અધિકૃત કરેલ વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...