સાવધાન:‘સેનીટાઇઝરવાળા હાથે ફટાકડા ન ફોડતા’

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર જિલ્લામાં દિવાળી પર્વમાં કોઈ આકસ્મિક ઘટના, આગના અને અન્ય બનાવ ન બને, લોકોની સલામતી જળવાય તે માટે ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી રાખવી જરૂરી છે. ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવા અને આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી તેનુ ઘ્યાન રાખવું અનિવાર્ય છે.

ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરવા અને તેને આસપાસના કોઈપણ દાહક અથવા જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવા. ફટાકડા સળગાવતી વખતે, સલામત અંતર જાળવવું. ફટાકડા ફોડતી વખતે, વાળને યોગ્ય રીતે બાંધવા, ખાસ કરીને જો વાળ લાંબા હોય તો લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળવું. કારણ કે, તેમાં આગ લાગવાની શક્યતા છે. તેના બદલે ફીટ કોટનના કપડાં પહેરવા જોઇએ.

 • વીજ થાંભલા પાસે ફટાકડા ફોડવા નહીં
 • ફટાકડા ફોડતી વખતે પગરખાં પહેરવા, હાથમાં ફટાકડા ફોડવા નહીં
 • સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો
 • અડધા બળી ગયેલા ફટાકડાને ક્યારેય ફેંકશો નહીં કે અડકશો નહીં
 • બહાર સિલ્ક અને સિન્થેટિક ફેબ્રિક ન પહેરવા
 • ઓપન ફાયર મેચ અથવા લાઇટરનો ઉપયોગ કરવાનું ટાળો
 • ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર, લાંબા ફાયર લાકડું અથવા અગરબત્તીનો ઉપયોગ કરો
 • કોઈપણ વાહનની અંદર ફટાકડા ફોડવાનો પ્રયાસ કરશો નહીં.
 • ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળવું.
 • એપીએમસી અને કોટન ગોડાઉન વિસ્તાર આજુબાજુ ફટાકડા ફોડવા નહિ.
અન્ય સમાચારો પણ છે...