જામનગર જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે જાય છે. ત્યારે સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે સમુદ્રમાં રહેલા માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી. ત્યારે હાલ વરસાદની આગાહીને પગલે આગામી તારીખ 31 જૂન સુધી માછીમારો કે અન્ય વ્યક્તિઓને દરિયાકાંઠે કે ક્રિક વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે જૂન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જાય છે. મત્સ્યઉદ્યોગ ખાતા તથા પોર્ટ ઓફિસરો દ્વારા માછીમારોને ચોમાસાની સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવાની પરવાનગી આપવામાં આવતી નથી.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતાં અટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મીતેશ પી.પંડયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરિયામાંથી કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓને તા.4/6/2022 થી તા.31/7/2022 સુધીના સમય દરમિયાન માછીમારી કે અન્ય હેતુથી સમુદ્રમાં કે ક્રિક અરિયામાં ન જવા અને કોઈપણ બોટની અવરજવર ન કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવાયું છે.
આ જાહેરનામામાંથી નીચેનાને મુક્તિ આપવામાં આવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.