તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગરમાં કોરોના અને મ્યુકરથી 48 કલાકમાં કોઇ મૃત્યુ નહીં, 2 વેન્ટિલેટર પર

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર-જિલ્લામાં 2 નવા કેસ, 1 દર્દી ડિસ્ચાર્જ, 8 દર્દી ઓકિસજન પર

જામનગર શહેર-જિલ્લામાં કોરોના અને મ્યુકર માઇકોસીસથી 48 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. શહેર-જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે તો 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે.જામનગરમાં કોરોનાનો પ્રકોપ તદન ઘટી જતાં મંગળવારે શહેર અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા હતાં. જયારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં એકપણ દર્દીનું મૃત્યુ નિપજયું ન હતું.

છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરના કોઈ દર્દી ડિસ્ચાર્જ થયા નથી પરંતુ ગ્રામ્યના ૦૧ દર્દીને રજા આપવામાં આવી છે. મ્યુકર માઇકોસિસ વોર્ડમાં સારવાર લઈ રહેલા એકી સાથે 7 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં 23 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 8 દર્દી ઓક્સિજન મારફતે સારવાર મેળવી રહ્યા છે. મ્યુકર માઇકોસીસ વોર્ડમાં હાલ 37 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...